PSE in Madhya Pradesh, Narendra Modi No 1 Choice
  • Home
  • Featured
  • ભાજપ માટે મધ્ય પ્રદેશમાંથી આવ્યા સારા સમાચાર, મોદી-શિવરાજ સિંહને ફાયદો

ભાજપ માટે મધ્ય પ્રદેશમાંથી આવ્યા સારા સમાચાર, મોદી-શિવરાજ સિંહને ફાયદો

 | 7:12 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મધ્ય પ્રદેશમાં આજે પણ અકબંધ છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે હજી પણ રાજ્યની 56 ટકા જનતા જોવા મંગે છે. 2019માં પણ તેઓ મોદીને જ વડાપ્રધાન તરીકે ઈચ્છે છે.

મધ્ય પ્રદેશ એ ચાર રાજ્યોમાં શામેલ છે જેમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજ્યમાં એક દાયકાથી વધારે સમયથી ભાજપની સરકાર છે. તેમ છતાંયે અહીંના 56 ટકા લોકો નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આ બાબત ઈન્ડિયા ટૂડે ગ્રુપ અને એક્સિસ માઈ ઈંડિયા તરથઈ કરવવામાં આવેકા પોલિટિકલ સ્ટોક એક્ચેંજ (પીએસઈ)માં સામે આવી છે.

56 ટકા લોકોમાં 51 ટકા એસસી, 53 ટકા આદિવાસી, 62 ટકા ઓબીસી અને 61 ટકા પછાત જાતિના લોકો મોદીને પસંદ કરે છે. 21 ટકા લોકો મુસ્લિમ છે જે પણ નરેન્દ્ર મોદીને પીએમના રૂપમાં જોવા માંગે છે.

રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. રાજ્યની 36 ટકા જનતા રાહુલ ગાંધીને વડાપ્રધાનના રૂપમાં જોવા માંગે છે.

રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકારના સ્થાને સરકાર બદલવાને લઈને હાથ ધરવામાં આવેલા સર્વેમાં 47 ટકા લોકો વર્તમાન ભાજપ સરકારના કામકાજથી સંતુષ્ઠ નજરે પડી છે. જ્યારે 36 ટકા લોકોનું માનવું છે કે સરકાર બદલવી જોઈએ.

રાજ્યમાં ભાવિ મુખ્યમંત્રી કોણ તે સવાલ પર પણ લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. સર્વે અનુંસાર શિવરાજ સિંહ ચૌહાણ હજી પણ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે.

465 ટકા લોકોનું માનવું છે કે, શિવરાજ સિંહને ભાવિ મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે. જ્યારે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને 32 ટકા લોકો રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા કમલનાથને 8 ટકા, દિગ્વિજય સિંહને માત્ર 2 ટકા અને ઉમા ભારતીને 1 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.