PSE Survey : PM Narendra Modi and Rahul Gandhi PM post In Andhra Pradesh
  • Home
  • Featured
  • આ ચૂંટણી રાજ્યમાં લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીએ PM મોદીને પછાડયા

આ ચૂંટણી રાજ્યમાં લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીએ PM મોદીને પછાડયા

 | 10:27 pm IST

ઈન્ડિયા ટુ ડે ગ્રૂપ અને એક્કિસ માય ઈન્ડિયાએ તાજેતરમાં હાથ ધરેલા પોલિટિકલ સ્ટોક એક્સ્ચેન્જ(PSE) સરવે મુજબ આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લોકપ્રિયતાના મામલે પીએમ મોદીને પછાડયા છે, જ્યારે તેલંગણામાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચે કટોકટની લડાઈ છે. પીએસઈ દ્વારા તેલંગણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં સરવે કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પછી પીએસઈ સરવેમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં રાહુલ ગાંધી મોદીને જબરજસ્ત ટક્કર આપી રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં તો તેમણે લોકપ્રિયતામાં મોદીને પછાડયા છે.

આંધ્રમાં પીએમ તરીકે રાહુલ ગાંધી 44 ટકા લોકોની પસંદ

પોલિટિકલ સ્ટોક એક્સ્ચેન્જના સરવે મુજબ આંધ્ર પ્રદેશનાં 38 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને પીએમ તરીકે સ્વીકાર્યા છે જ્યારે રાહુલ ગાંધીએ અહીં મોદીને પછાડયા છે આંધ્રમાં 44 ટકા લોકોએ રાહુલ ગાંધીને પીઅમ તરીકે પસંદ કર્યા છે.

તેલંગણામાં રાહુલ ગાંધી અને મોદી વચ્ચે ૫ ટકાનો તફાવત

તેલંગણાની વાત કરીએ તો અહીંની 44 ટકા જનતાએ નરેન્દ્ર મોદીને પીએમ તરીકે સ્વીકાર્યા છે, જ્યારે રાહુલ ગાંધીને ૩૯ ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા છે. આમ તેલંગણામાં પીએમની પસંદગીમાં મોદી અને રાહુલ વચ્ચે ફક્ત 5 ટકાનું નજીવું અંતર જ છે. આમ અહીં કટોકટની લડાઈ છે.

આ અગાઉ જે ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં કરાયેલા સરવેના આંકડા પર નજર નાખીએ તો રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં ખાસ્સો વધારો થયો છે. આ વર્ષના આખરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે જેમાં વડા પ્રધાનના હોદ્દા માટે લોકોની પસંદગી પીએમ મોદીની તરફેણમાં ગઈ છે, જ્યારે રાહુલ ગાંધી ઘણા પાછળ છે.

મધ્ય પ્રદેશમાં પીએમપદ માટેની પસંદગી

નરેન્દ્ર મોદી 56 ટકા
રાહુલ ગાંધી 36 ટકા

રાજસ્થાનમાં પીએમપદ માટેની પસંદગી

નરેન્દ્ર મોદી 57 ટકા
રાહુલ ગાંધી 35 ટકા

છત્તીસગઢમાં પીએમપદ માટેની પસંદગી

નરેન્દ્ર મોદી 59 ટકા
રાહુલ ગાંધી 34 ટકા

આંધ્ર અને તેલંગણામાં રાહુલ ગાંધી આગળ

આમ મધ્ય પ્રદેશમાં પીએમપદની લોકપ્રિયતામાં રાહુલ ગાંધી અને મોદી વચ્ચે 20 ટકાનો તફાવત હતો જ્યારે રાજસ્થાનમાં મોદી કોંગ્રેસના રાહુલ ગાંધી કરતાં 22 ટકા આગળ હતા અને છત્તીસગઢમાં પણ 25 ટકા આગળ હતા. પીએમ મોદીને ૫૯ ટકા લોકોએ અને રાહુલ ગાંધીને 34 ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા હતા. આમ રાહુલ કરતાં મોદી 25 ટકા આગળ હતા, જોકે સાઉથમાં આંધ્ર પ્રદેશમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા મોદી કરતાં વધી હતી જ્યારે તેલંગણામાં પણ રાહુલ ઘણા આગળ હતા.