LRD પેપર લીક: PSI ભરત બોરાણાએ આ રીતે સમગ્ર કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ - Sandesh
  • Home
  • Gandhinagar
  • LRD પેપર લીક: PSI ભરત બોરાણાએ આ રીતે સમગ્ર કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

LRD પેપર લીક: PSI ભરત બોરાણાએ આ રીતે સમગ્ર કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

 | 5:23 pm IST

લોકરક્ષક પેપરલીકમાં કૌભાંડીઓને ખુલ્લા પાડનાર હિરોની ઓળખ થઇ ગઇ છે. વાયરલેસ PSI ભરત બોરાણાની નિષ્ઠાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી રૂપલ શર્માએ ભરત બોરાણાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આરોપી રૂપલે જવાબની ખરાઈ કરવા ભરત બોરાણાને મોકલી આન્સર કી મોકલી હતી. જોકે, ભરત બોરાણાને ચીટિંગની શંકા જતા વિકાસ સહાયનો સંપર્ક કર્યો હતો. ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે તથ્ય તપાસતા કૌભાંડ સામે આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, વાયરલેસ PSI ભરત બોરાણા ભરતી બોર્ડમાં ફરજ પર હતા.

પેપરલીક કૌભાંડમાં મહિલા આરોપી રૂપલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલના સંચાલક હતા અને તેઓએ પોતાના અને અન્ય ઉમેદવારો માટે પેપરનો સોદો કર્યો હતો.જયેશ નામના વ્યક્તિએ રૂપલ શર્માને આન્સર કી આપી હતી. રૂપલે ભરત બોરાણા નામના PSIનો સંપર્ક કરતા કૌભાંડ સામે આવ્યું હતુ. PSI ભરત બોરાણાની સતર્કતાથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ભરત બોરાણાને શંકા જતા વિકાસ સહાયને જાણ કરી હતી.

કૌભાંડ કેવી રીતે સામે આવ્યું ?

ભરત બોરાણાને આ જાણ સૌથી પહેલાં રૂપલ શર્માએ જ કરી હતી. પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ રીક્રુટમેન્ડ બોર્ડના ચેરપર્સન વિકાસ સહાયને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ભરત બોરાણાએ ફોન કરીને આન્સરશીટ ફરતી થઈ હોવાની માહિતી આપી હતી. રૂપલે તેને આ જવાબો સાચા હોવાનું પૂછ્યું હતું. બોરાણાએ પોતાને સવાલો ખબર નથી તેમ કહીને તેને ટાળી દીધી પણ બોરાણાએ તરત જ વોટ્સએપ પર વિકાસ સહાયને આ કાગળ મોકલી આપ્યો હતો. સહાયે આ કાગળ તપાસતાં પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો હતા ને આ રીતે પેપર લીક થયાની તેમને જાણ થઈ હતી. આન્સરશીટ ફરતી થઈ હોવાની માહિતી મળતાની સાથે જ વિકાસ સહાયે પરિક્ષા રદ્દ કરવાના આદેશ આપી દીધા હતા.

સોશિયલ મીડિયામાં નવી તારીખ જાહેર કરાઈ હોવાની અફવા

લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીક થતાં રદ્દ કરાઈ હતી. ત્યારે સોશિયલ મીડિયામાં નવી તારીખ જાહેર કરાઈ હોવાની અફવા ફેલાઈ હતી અને નવી તારીખ 16મી ડિસેમ્બર હોવાનું જાહેર કરાયું હતું. તેની સામે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે નવી તારીખ જાહેર કરવામાં ન આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

પેપર ક્યાં છપાયા તે મામલે વિકાસ સહાયનુ મૌન

પેપર ક્યાં છપાયા તે મામલે વિકાસ સહાયનુ મૌન ધારણ કરી લીધુ છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ તમામ બાબત કોન્ફીડેન્સિયલ છે, પ્રિન્ટીંગ પ્રેસ બાબતે હું કોઈ નિવેદન આપવા તૈયાર નથી. આ સાથે જ વિકાસ સહાયે કહ્યું કેં, મારી ઈમાનદારી પર શંકા ન કરો. આ ઘટનાથી મને ખૂબ જ દુ:ખ થયું છે, તથા પરીક્ષા રદ્દ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, પરીક્ષા લેવા માટે ફરીથી સારૂ આયોજન થશે.

મગરમચ્છો કોણ ?

લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરવામાં ગાંધીનગરના પોલીસ સબઈન્સ્પેક્ટર પી.વી.પટેલની ધરપકડ કરાઈ છે. પીએસઆઈના સંબંધીઓ પણ પરીક્ષા આપી રહ્યા હતા. પીએસઆઈ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના એદ્રાણાના મુકેશ ચૌધરી, અરવલ્લીના બાયડ પાસેના અરજણવાવના મનહર પટેલ, ગાંધીનગર શ્રીરામ હોસ્ટેલના સંચાલક રૂપલ શર્મા સામે સકંજો કસાયો છે. પેપર દિલ્હીથી લીક થયાનું અનુમાન છે અને માસ્ટર માઇન્ડ યશપાલસિંહ સોલંકી કે જે હાલ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યો છે. આ તમામ આરોપીઓને કોનો દોરીસંચાર છે ? સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા પેપર કઈ રીતે લીક થયા ? કયા ઉમેદવારો પાસેથી કેટલા નાણાં ઉઘરાવ્યા ? કૌભાંડમાં હજુ મોટા મગરમચ્છો કોણ છે ? ત્યાં સુધી તપાસનો દોર લંબાવવો જોઈએ. ગુજરાતના લાખો બેકાર ઉમેદવારોમાં પ્રચંડ રોષ ભભૂકી ઊઠયો છે અને આ આરોપીઓને તેમના હવાલે કરી દેવામાં આવે તો મારી નાખે છતાં ય રોષ ઓછો થાય તેમ નથી. પકડાયેલા આરોપીઓ માત્ર મહોરા છે કે કેમ ? પરદા પાછળ મોટા મગરમચ્છો કોણ છે ? તે બહાર આવશે કે પછી તપાસનું બાળમરણ થઈ જશે ? માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવશે ?

આ વીડિયો પણ જૂઓ: લોકરક્ષક પેપરલીકમાં સામે આવ્યું રાજકીય કનેક્શન