રાજકોટ: મોઢવાડીયાના ભાઇને ધમકીના કેસમા નવો વળાંક, પોલીસ બેડામાં ભારે ચર્ચા - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ: મોઢવાડીયાના ભાઇને ધમકીના કેસમા નવો વળાંક, પોલીસ બેડામાં ભારે ચર્ચા

રાજકોટ: મોઢવાડીયાના ભાઇને ધમકીના કેસમા નવો વળાંક, પોલીસ બેડામાં ભારે ચર્ચા

 | 1:32 pm IST

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના પિતરાઇ ભાઇ અને આંખના ડોક્ટર જયેશ મોઢવાડીયાને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફ્લેટ ખાલી કરાવવા દબાણ કર્યું હતુ. બનાવને લઇ ડો.જયેશે શહેરના એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ તપાસમા કેટલીક ખામીઓ રહેતા એ ડિવીઝનના પીઆઇ વી.વી ઓડેદરાને સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરી દેવાઇ છે તો પીએસઆઇ જે.એમ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાતા તેઓ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.

રિવોલ્વરની અણીએ ફ્લેટ વેચી દેવા ધમકી
રાજકોટમાં આંખની હોસ્પિટલ ધરાવતા ડો.જયેશ મોઢવાડીયાને બળજબરીપૂર્વક ફ્લેટ વેચી દેવા માટે ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા હતા. એટલું જ નહીં તેમને રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. માંડણ ગોઢાનિયા નામના શખ્સે તેમને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાબતે યોગ્ય તપાસ ન થતા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવાતા પ્રકરણ ગરમાયું છે. તપાસમાં ખામી જણાતા તપાસનીશ PSIને સસ્પેન્ડ કરી A ડિવિઝનના PIને તપાસ સોંપાઈ છે.