પોલીસ અંકલ મારી મમ્મી મરી ગઈ છે? 5 વર્ષની દીકરી વારંવાર સવાલ કરતી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પોલીસ અંકલ મારી મમ્મી મરી ગઈ છે? 5 વર્ષની દીકરી વારંવાર સવાલ કરતી

પોલીસ અંકલ મારી મમ્મી મરી ગઈ છે? 5 વર્ષની દીકરી વારંવાર સવાલ કરતી

 | 10:33 am IST

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા, મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. ચંદ્રેશ સી. નાયકનાં પત્નિ ગીતાબેને પોતાના ઘરે પતિની ર્સિવસ રીવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં પી.એસ.આઈ. પત્નિની આત્મહત્યાના કારણે સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. બનાવ અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શિક્ષિકા પત્નિની આત્મહત્યા પાછળ પતિનું પ્રેમ પ્રકરણ હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે.

PSI-wife

જિલ્લામાં કેટલાક પોલીસ પરિવારની પનોતી બેઠી છે. કેટલાક પોલીસના સંતાનો દબંગાઈ કરી બાપનું નામ બગાડી રહ્યા છે તો ક્યાંક પોલીસ અધિકારીઓના પ્રેમ પ્રકરણના કારણે તેમનું સુખી સંપન્ન દામ્પત્ય જીવનમાં કડવાહટ પ્રસરી જતી હોય છે અને સમય જતાં આત્મહત્યા સહિતની ગંભીર ઘટના બનતી હોય છે. અગાઉ ખેરોજ ત્યારબાદ હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ. ચંદ્રેશ સી. નાયક હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં રહેતા હતા. પી.એસ.આઈ. પતિ ઘરે આવેલા હતા ત્યારે શિક્ષિકા પત્નિએ બપોરે કોઈપણ કારણોસર પતિની ર્સિવસ રીવોલ્વરમાંથી ગોળી મારી પોતાની જીવન લીલા સંકેલી લેતાં સોસાયટી વિસ્તારમાં ભડાકાના અવાજથી સનસનાટી મચી ગઈ હતી. પી.એસ.આઈ. પત્નિએ આત્મહત્યા કરી છે તેવી વિગત બહાર આવતાં ઘર બહાર મોટાં લોકટોળાં એકત્ર થયાં હતાં. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આત્મહત્યા કરનારી મહિલા નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીની સબંધી
હિંમતનગરમાં રહેતા પી.એસ.આઈ.ની શિક્ષિકા પત્નિ ગીતાબેને પતિની ર્સિવસ રીવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતાં તરેહ તરેહની વાતોએ જોર પકડયું છે. જો કે પોલીસ આ સંદર્ભે હજુ ફરિયાદ નોંધવાનું ચાલું છે તેવું રટણ કરતી હોવાથી સાચી વિગત પ્રકાશમાં આવી નથી પરંતુ પી.એસ.આઈ.ની પત્નિ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીની સબંધી હોવાનું જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગીતાની બે દીકરીઓ
ગીતાની બે દીકરીઓ

પોલીસ અંકલ મારી મમ્મી મરી ગઈ છે?
હિંમતનગર વિભાગીય પોલીસ વડા એ.ડી. શ્રીવાસ્તવ સહિતનો પોલીસ સ્ટાફ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યો હતો ત્યારે ગીતા વણઝારાની પાંચ વર્ષની દીકરી વારેઘડીએ પુછ્યા કરતી હતી અંકલ શું મારી મમ્મી ખરેખર મરી ગઈ? આ સાંભળીને પરિવારજો અને તપાસ કરતાં અધિકારીઓની આંખોમાં પણ પાણી આવી ગયા હતાં.