pubg lite will soon launch in india know everything about it
  • Home
  • Featured
  • PUBG Lite ભારતમાં થશે લોન્ચ, જાણો આ ગેમ વિશે રોચક વાત

PUBG Lite ભારતમાં થશે લોન્ચ, જાણો આ ગેમ વિશે રોચક વાત

 | 4:54 pm IST

PUBG લવર્સ માટે તેનું લાઈટ પીસી વર્ઝન PUBG Lite ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ લાઈટ વર્ઝનને તાજેતરમાં હોંગકોંગ, તાઇવાન, બ્રાઝિલ અને બાંગ્લાદેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈટ પીસી વર્ઝનને ભારત જેવા મોટા બજારોમાં પણ ખૂબ જ ઝડપથી લોન્ચ કરવામાં આવશે, આને તાજમહેલની તસવીર સાથે ટીજ કરવામાં આવ્યું છે. PUBG ના અધિકૃત ફેસબુક પૃષ્ઠ પર એક ચિત્ર પોસ્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ PUBG Lite ટૂંક સમયમાં આવી રહ્યું છે. તેવું લખાણ લખવામાં આવ્યું છે.

PUBG Lite તેના મેન પીસી વર્ઝનનું લાઇટ વર્ઝન છે. તેને તમે લોઅર એન્ડ પીસી અને લેપટોપ પર રમી શકો છો. તેના માટે વધુ રેમ ધરાવતા પીસીની જરૂર નથી. આ ગેમને રમવા માટે તમે તમારી મૂળભૂત સિસ્ટમમાં પણ રન કરી શકો છો.

PUBG લાઇટ માટે હાલમાં કોઈ સત્તાવાર રિલીઝ ડેટ નથી. સોશિયલ મીડિયા દ્વારા મેળવવામાં આવેલ વાતોની માનીએ તો તે આ મહિનાના છેલ્લો અઠવાડિયામાં લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ઝન 25 જૂનના રોજ લોન્ચ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન