pubg mobile surpasses 7 billion dollar in lifetime revenue globally
  • Home
  • Tech
  • PUBG Mobileમાં પ્લેયર્સ વાપરે છે ઘણા પૈસા, અત્યાર સુધીમાં ખર્ચ્યા અધધ…

PUBG Mobileમાં પ્લેયર્સ વાપરે છે ઘણા પૈસા, અત્યાર સુધીમાં ખર્ચ્યા અધધ…

 | 1:39 pm IST
  • Share

  • PUBG Mobile ની વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી ચીનથી થઈ

  • ચીન પછી યુએસના પ્લેયર્સ પાસેથી ગેમે સૌથી વધુ કમાણી કરી

PUBG Mobile ખૂબ જ પોપ્યુલર બેટલ રોયલ ગેમ છે. ગેમર્સ પણ આના પર ઘણા પૈસા ખર્ચે છે. અત્યાર સુધી ખેલાડીઓ PUBG મોબાઈલ પર કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર, PUBG Mobileએ 7 બિલિયન ડોલર (લગભગ રૂ. 52,000 કરોડ) પ્લેયર સ્પેન્ડિંગને વટાવી દીધો છે. આ એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરનો વિશ્વવ્યાપી ડેટા છે.

સેન્સર ટાવરના અહેવાલ મુજબ, PUBG મોબાઈલે Q3 2021 માં 771 મિલિયન ડોલરની રેકોર્ડ કમાણી કરી હતી. PUBG મોબાઈલે વર્ષ 2021માં દરરોજ સરેરાશ 8.1 મિલિયન ડોલર કમાયા છે.

ચીન છે સૌથી મોટું રેવન્યુ માર્કેટ

આમાં PUBG મોબાઈલની સૌથી વધુ કમાણી ચીનમાંથી થઈ છે. એટલે કે, આ ગેમ ટાઇટલ માટે ચીન સૌથી મોટું રેવન્યુ માર્કેટ છે. તેના વેરિઅન્ટ ટાઇટલ Game For Peace એ ચીનમાં અત્યાર સુધીમાં 4 બિલિયન ડોલરની કમાણી કરી. એટલે કે, તે ગ્લોબલ પ્લેયર સ્પેન્ડિંગના 57% છે.

એક સમાચાર એજન્સી અનુસાર, આ વિશ્લેષણમાં થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ સ્ટોર્સને સામેલ કરવામાં આવ્યા નથી. ચીનની બહાર PUBG Mobileએ 3 બિલિયન ડોલરથી વધુની કમાણી કરી. ચીન પછી યુએસના પ્લેયર્સ પાસેથી ગેમે સૌથી વધુ કમાણી કરી.

ગેમની કુલ આવકમાં યુએસ પ્લાયેસ સ્પેન્ડિંગ 11.8% છે. જ્યારે જાપાન 4.2% ખર્ચ સાથે ત્રીજા નંબરે છે. મોબાઈલ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો કુલ આવકમાં એપ સ્ટોરનો હિસ્સો વધુ હતો.

કુલ આવકમાં Google Playનો હિસ્સો માત્ર 19 ટકા હતો. ચીનની બહાર એપ સ્ટોરમાંથી ગેમ ટાઇટલની આવક 56.6 ટકા હતી જ્યારે Google Playનું પ્લેયર સ્પેન્ડિંગ 43.4% રહ્યો. જણાવી દઈએ કે ભારતમાં PUBG મોબાઈલ પર પ્રતિબંધ છે. આ પછી કંપનીએ આ ગેમને દેશમાં નવા નામ સાથે લોન્ચ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો