PUBG Mobile Tiktok Most Downloaded Apps Worldwide Report Sensor Tower
  • Home
  • Featured
  • વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી મોબાઈલ એપ્સ છે આ, સેન્સર ટાવરનો રિપોર્ટ

વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી મોબાઈલ એપ્સ છે આ, સેન્સર ટાવરનો રિપોર્ટ

 | 11:54 am IST
  • Share

  • App સ્ટોર અને Google Play Store પર TikTok અને PUBG Mobile સૌથી વધુ કમાણી કરતી એપ્લિકેશન્સ
  • સેન્સર ટાવરના અહેવાલ મુજબ, ટિકટોક વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી એપ
  • વિશ્વભરમાં PUBG ગેમિંગ કેટેગરીમાં ટોચ પર

Sensor Towerના તાજેતરના અહેવાલ મુજબ, 2021ના ​​ત્રીજા ક્વાર્ટરમાં App સ્ટોર અને Google Play Store બંને પર TikTok અને PUBG મોબાઇલ સૌથી વધુ કમાણી કરનારી એપ છે. TikTok વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી એપ, PUBG સમગ્ર વિશ્વમાં ગેમિંગ કેટેગરીમાં ટોચ પર છે. બંને એપ્લિકેશનોના તેમની કેટેગરીમાં સૌથી વધુ ડાઉનલોડ્સ થયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે TikTok એપમાં ગ્રાહકોના ખર્ચમાં વાર્ષિક ધોરણે 41 ટકા વધારો થયો છે. સેન્સર ટાવર દ્વારા TikTokની આવકના આંકડાઓમાં ચીનમાં iOS પર Douyin પણ સામેલ છે. ત્રીજા ક્વાર્ટરમાં PUBG Mobileમાં ગ્રાહક ખર્ચ વાર્ષિક 11 ટકા વધ્યો છે.

Q3 2021માં એપ ખર્ચ પર સેન્સર ટાવરનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે Appleના એપ સ્ટોરમાં અને Google Play પર ઈન-એપ ખરીદી, પ્રીમિયમ એપ અને સબ્સ્ક્રિપ્શન પર કુલ ગ્રાહક ખર્ચ 15.1 ટકા વધીને $33.6 અબજ થયો છે. આ વધારો Google Play દ્વારા કરવામાં આવ્યો હતો, જેઅ ગ્રાહક ખર્ચ વાર્ષિક ધોરણે 18.6 ટકા વધીને $12.1 અબજ થયો હતો. જ્યારે એપ સ્ટોર પર વધારો સામાન્ય હતો, ત્યારે 13.2 ટકા વધારા સાથે ગ્રાહક ખર્ચ 21.5 અબજ ડોલર જોવા મળ્યો હતો.

સેન્સર ટાવરના ડેટા મુજબ, TikTok Q3માં સૌથી વધુ કમાણી કરનારી એપ હતી. Manga reader Piccoma બીજા ક્રમે ત્યારબાદ YouTube હતી. Google One અને Disney+ સૌથી વધુ કમાણી કરનારી એપ્લિકેશન્સમાં ચોથા અને પાંચમા ક્રમે છે. જોકે ટિકટોક એપ સ્ટોર સાથે સૌથી વધુ કમાણી કરનારી એપ હતી, પણ Google Play Store પર Google One સૌથી વધુ કમાણી કરતી એપ હતી.

સેન્સર ટાવરના અહેવાલ મુજબ, TikTok Q3 2021માં વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી એપ હતી, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર છે. TikTok એ તાજેતરમાં વૈશ્વિક સ્તરે 3 અબજ ઇન્સ્ટોલને પાર કર્યું છે, જે આવું કરનારી પ્રથમ નોન-ફેસબુક એપ્લિકેશન બની છે.

મોબાઇલ ગેમ્સ પર ગ્રાહકોનો ખર્ચ સતત વધતો રહ્યો, અને સેન્સર ટાવર કહે છે કે PUBG મોબાઇલ ગેમની કેટેગરીમાં ટોચ પર છે. સેન્સર ટાવર મુજબ, Nianticની પોકેમોન ગો અને Roblox Corpની Roblox ટોચના પાંચમાં સામેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો