PUBG to use machine learning to identify cheaters and hackers at Game
  • Home
  • Technology
  • PUBGમાં ચીટર્સ અને હેકર્સની હવે ખેર નથી, આવી ગઇ છે આ નવી ટેક્નિક

PUBGમાં ચીટર્સ અને હેકર્સની હવે ખેર નથી, આવી ગઇ છે આ નવી ટેક્નિક

 | 11:29 am IST

ઓનલાઇન મલ્ટિપ્લેયર ગેમ PUBG યુવાનોમાં સૌથી પસંગી ધરાવતી ગેમ બનીતી જાય છે. ત્યારે તેમાં વધતા ચીટર્સ અને હેકર્સથી પણ ગેમર્સ ખૂબ મુશ્કેલીમાં છે. ઘણા બધા એવા ટૂલ્સ છે જેની મદદથી આ ગેમને હેક કરી સરળતાથી જીતી શકાય છે.

PUBG કોર્પોરેશનના એન્ટી-ચીટ સ્ક્વૉડે સ્ટીમ પર લઈને આ બાબતે એક અપડેટ કર્યું છે. અને તેમાં ઘણા વિષયોનો સમાવેશ કર્યો છે. તેમાં માહિતી આપવામાં આવી છે કે PUBG મોબાઇલ ગેમમાં છેડછાડ કરનારા ચીટ પ્રોગ્રામ્સને અટકાવવા માટે શું સ્ટેપ્સ લેવાય છે.

અહેવાલમાં મશીન લર્નિંગનો પણ ઉલ્લેખ છે અને લખ્યું છે કે બધી વિગતો આપવામાં આવશે નહી, જેનાથી પ્રોસેસ બધાને ખબર પડે નહી. અહેવાલમાં તે પ્રોબ્લેમ્સનો પણ ઉલ્લેખ છે જે ગેમર્સ PUBG રમતી વખતે ફેસ કરી રહ્યા છે અને તેમના સંભવિત સોલ્યુશન્સ પણ તેમાં જણાવવામાં આવ્યા છે.

PUBG એન્ટિ-ચીટ સ્ક્વોડ હવે ચીટર્સ અને ગેમ હેક કરનારાઓ પર રોક લગાવવા માટે ઘણા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અત્યારે હાજર સોલ્યુશન્સમાં ઘણા ફેરફારો કરી અનઓથોરાઇઝ્ડ પ્રોગ્રામ ડિટેક્શન સિસ્ટમને ઇમ્પ્રુવ કરવામાં આવી રહ્યું છે.

PUBG ટીમએ અહેવાલમાં જણાવ્યું છે કે કંપની ઘણા એન્ટિ-ચીટ પ્રોગ્રામ્સ જેમ કે- BattlEye અને Uncheaterને ચીટિંગ એટેમ્પ્ટ્સ ડિટેક્ટીંગ કરવા માટે ઉપયોગ કરી ચુકી છે. આ બે પ્રોટેક્શન સૉફ્ટવેઅર્સ સિવાયના ડેવલોપર્સે એક મશીન લર્નિંગ ટેક્નિક પણ ડેવલપ કરેલ છે.

જે પ્લેયરની ગેમપ્લે પેર્ટનને એનેલાઇઝ કરે છે અને સામાન્ય ગેમ ઓપરેશનથી અલગ એબનોર્મલ એક્શન્સ પણ નોટિસ કરી શકે છે. એન્ટિ-ચીટ ટીમ રોજ લગભગ 3 ટેરાબાઇટ ગેમ લોગને એનેલાઇઝ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન