playerunknown s battlegrounds pubg addiction 15 year old boy being treated
  • Home
  • Technology
  • PUBG ગેમનો વધતો ક્રેજ, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના

PUBG ગેમનો વધતો ક્રેજ, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના

 | 2:52 pm IST

PUBGનો ક્રેઝ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયલો છે. માણસને કંટાળો આવે છે તો તે મોબાઇલ જોવે છે અને ગેમ ડાઉનલોડ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઓનલાઇન ગેમ રમવાથી માનસિક આરોગ્યની સ્થિતિ ખરાબ થાય છે. PlayerUnknown’s Battlegrounds (PUBG)ને 5 કરોડથી વધુ વાર ડાઉનલોડ થઈ ગયું છે.

આ રમત યુવાનોમાં ખૂબ પ્રિય છે. પરંતુ તેની લત પણ ખૂબ જોખમી છે. એક સમાચાર મુજબ, PUBG રમવાની ટેવને કારણે 15 વર્ષનો બાળક બિમાર થઇ ગયો હતો. તેની સારવાર બેંગલુરુ હોસ્પિટલમાં ચાલી રહી છે.

એક થેરેપિસ્ટે કહ્યું હતું કે બાળકોને સ્માર્ટફોન આપવો એટલે કે એક ગ્રામ કોકેન આપવા બરાબર છે.

એટલું જ નહી આ ગેમથી સંબંધોમાં ખટાશ આવા લાગે છે. એક અહેવાલ મુજબ, ફોર્ટનાઇટ અને PUBG જેવી રમતોને કારણે જાન્યુઆરી 2018 થી અત્યાર સુધી લગભગ 200 તલાક અરજી દાખલ કરવામાં આવી છે. ગેમ કંપનીના માલિકે કહ્યું છે કે ડ્રગ્સ, દારૂ અને જુગારની ટેવને કારણે સંબંધો સમાપ્ત થાય છે, પરંતુ ડિજિટલ વર્લ્ડમાં આ નવું વ્યસન છે જેનાથી સંબંધો સમાપ્ત થાય છે.

ઉલ્લેખનિય છે કે આ ગેમ ગયા વર્ષે ડિસેમ્બરમાં ક્રિએટ થઇ હતી. અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ વખત ડાઉનલોડ થયેલ છે. જૂનમાં આ રમત ત્રીજી સૌથી વધુ ચર્ચામાં રહેલી ગેમ હતી. આ રમત હવે પીસી, એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ઉપલબ્ધ છે. બ્લુ વ્હેલ ચેલેન્જથી ભારતમાં ઘણા બાળકો મોતને ભેટ્યા છે.

આ રમતમાં સ્ટેપ બાય સ્ટેપ પછી એક સ્ટેપ પર આત્મહત્યા માટે ઉકેરાતા હતા. આનાં કારણે ઘણી આત્મહત્યાઓ થઇ હતી. પરંતુ PUBG અલગ છે. આ ગેમને જૂથ બનાવી અથવા એકલા પણ રમી શકાય છે.