Public interest litigation in the High Court on the issue of increasing air pollution in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘હવાનું પ્રદૂષણ વધે છે, કોલસા આધારિત ચાલતા ઔદ્યોગિક એકમો બંધ કરાવો’

‘હવાનું પ્રદૂષણ વધે છે, કોલસા આધારિત ચાલતા ઔદ્યોગિક એકમો બંધ કરાવો’

 | 7:37 am IST
  • Share

રાજ્યમાં લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરુ પાડવું એ રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી)ની ફરજ છે, પરંતુ આ પ્રકારનુ વાતાવરણ પૂરૂ પાડવામાં બંને નિષ્ફળ રહ્યા છે. આ પ્રકારના આક્ષેપ સાથે રાજ્યમાં હવાના પ્રદુષણની વકરતી સ્થિતિને અનુલક્ષીને શુક્રવારે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવેલી છે.

સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જીપીસીબીને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી સાત ઓક્ટોબરે હાથ ધરાશે. હાઈકોર્ટમાં અરજદારની માગ હતી કે, ‘હવાના પ્રદુષણને રોકવા માટેના કાયદા અન્વયે રાજ્યના તમામ નાના-મોટા ઔદ્યોગિક એકમોને હવામાં પ્રદુષણ ફેલાવતા રોકો અને જરુરી ધારા-ધોરણોનુ પાલન કરાવો, રાજ્ય સરકાર, જંગલ અને પર્યાવરણ વિભાગ અને જીપીસીબી પાસેથી વિગત માગો કે, રાજ્યમાં કોલસાના ઉપયોગથી ચાલતા ઔદ્યોગિક એકમોની યાદી, કોલસાનો ર્વાિષક ઉપયોગ કેટલો થાય છે ? તેના વપરાશનુ પ્રમાણ કેટલું છે ? નેચરલ ગેસનો વપરાશ કેટલો જોઈએ ? કોલસાથી ચાલતા એકમોને બંધ કરવા માટે વિસ્તૃત આયોજન શું છે ? આ એકમોને નેચરલ ગેસમાં ફેરવવા શું કરી શકાય ? આનાથી શું પરિણામ આવી શકે તેનો એક્શન રિપોર્ટ ઓથોરિટી રજૂ કરે’  હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ‘રાજ્યના દરેક શહેરોમાં હવાના પ્રદુષણનુ પ્રમાણ તેની નિર્ધારિત મર્યાદા કરતા વધારે છે. આ સ્થિતિને ઓળખવી જરુરી છે. ધ એર ( પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યશન) એક્ટ -૧૯૮૧ હેઠળ રાજ્ય સરકાર પાસે પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે પગલા લેવાની પુરતી સત્તા રહેલી છે. આ ઉપરાંત, જીપીસીબી પાસે પણ પૂરતી સત્તા રહેલી છે. હવાનુ પ્રદુષણ લોકોના જીવન અને આરોગ્ય માટે ભારે જોખમી છે. જેના લીધે, લોકો અનેક રોગનો ભોગ બને છે.’

સીપીસીબીનો રિપોર્ટ શું કહે છે

થોડા વર્ષ પહેલા, કેન્દ્રીય પ્રદુષણ અંકુશ બોર્ડે આપેલા રિપોર્ટ મુજબ, ‘ગુજરાતમાં ભાવનગર, વડોદરા, અંકલેશ્વર, વાપીમાં હવાના પ્રદુષણનુ પ્રમાણ જોખમી સ્તરનુ છે. આ ઉપરાંત, વટવા-અમદાવાદ, રાજકોટ, મોરબીમાં પણ હવાના પ્રદુષણનુ પ્રમાણ જોખમી છે.’ વર્ષ ૨૦૧૯માં સમર્ગ દેશમાં પ્રદુષણયુક્ત શહેરોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર , સુરતનો સમાવેશ થયો હતો.’

લિગ્નાઈટ કોલસો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે

અરજદારનુ કહેવું છે કે, ‘રાજ્યમાં વિવિધ સ્તરે ર્વાિષક ૭.૭૬ લાખ ટન લિગ્નાઈટ કોલસાનો ઉપયોગ કરે છે. લિગ્નાઈટ કોલસાના ઉપયોગથી હવામાં ભારે પ્રદુષણ ફેલાય છે. આ કોલસાના લીધે, સલ્ફર ડાયોક્સાઈડ ( ર્જીં૨), નાઈટ્રોસ ઓક્સાઈડ( ર્ગ્દંઠ), કાર્બન મોનોક્સાઈડ (ર્ઝ્રં), કાર્બન ડાયોક્સાઈડ ( ર્ઝ્રં૨)નુ ઉત્સર્જન થાય છે. જે આરોગ્ય માટે હાનિકારક છે.’

 રાજ્યભરમાં કોલસાથી ચાલતા ઔદ્યોગિક એકમોને બંધ કરાવો

 ઔદ્યોગિક એકમોને નેચરલ ગેસ વાપરવા કહો

 વિજળીથી ઔદ્યોગિક એકમો ચલાવવા કહો

 ઔદ્યોગિક એકમોને નેચરલ ગેસની સુવિધા આપો, જેથી પ્રદુષણ ઘટે

 કોલસાના ઉપયોગથી છ પ્રકારનુ પ્રદુષણ ફેલાય છે

 પ્રદુષણરહિત વાતાવરણ આપવું એ સરકારની ફરજ

 પ્રદુષણને રોકવા માટે સુપ્રીમ કોર્ટ, એનજીટીના આદેશનુ પાલન કરો

 પેટ-કોક ઈંધણથી ચાલતા એકમો પણ પ્રદુષણ ફેલાવે છે

 ભારત જેવા વિકાસશીલ દેશમાં હવાનુ પ્રદુષણ વધુ

 હવા શુદ્ધ કરવા યોગ્ય પગલા લો, લોકોના જીવનના રક્ષણ માટે જરુરી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો