ગુજરાતમાં 1423 ગ્રામ પંચાયતો માટે 4થીએ યોજાનારી ચૂંટણી માટે બહાર પડ્યું જાહેરનામું - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાતમાં 1423 ગ્રામ પંચાયતો માટે 4થીએ યોજાનારી ચૂંટણી માટે બહાર પડ્યું જાહેરનામું

ગુજરાતમાં 1423 ગ્રામ પંચાયતો માટે 4થીએ યોજાનારી ચૂંટણી માટે બહાર પડ્યું જાહેરનામું

 | 1:24 pm IST

ગુજરાતમાં પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. સોમવારે આજે 1423 ગ્રામ પંચાયતો માટે 4થી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારીપત્રકો 20 જાન્યુઆરીમાં સુધીમાં ભરવાના રહેશે.

ગુજરાતમાં પંચાયતની ચૂંટણીને બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે આગામી 4 ફેબ્રુઆરીએ યોજાનારી 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 20 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. જ્યારે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની સમય સીમા 23 જાન્યુઆરી સુધીની રહેશે. આ ચૂંટણીઓ માટે મતગણના 6 ફેબ્રુઆરીએ યોજાશે.

1423 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીમાં ઈવીએમથી મતદાન થશે. તેમાં નોટાનો ઉપયોગ પણ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન