Puducherry Lieutenant Governor Kiran Bedi Teaches Lesson To Bike Riders
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : આ મહિલા રાજ્યપાલ પોતે રસ્તા પર ઉતર્યા ને વાહનચાલકોનો લીધો ઉધડો

Video : આ મહિલા રાજ્યપાલ પોતે રસ્તા પર ઉતર્યા ને વાહનચાલકોનો લીધો ઉધડો

 | 6:56 pm IST

દેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી જ્યારે રાજધાની દિલ્હીમાં ટ્રાફિક વિભાગમાં અધિકારી હતા ત્યારે તેમના અનેક કિસ્સાઓએ દેશભરમાં ચર્ચા જગાવી હતી. નો પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ પર કાર્યવાહી કરવાના કારણે તેઓ ‘ક્રેન લેડી’ના નામે જાણીતા બન્યા હતાં. હાલ તેઓ પુડુચેરીની રાજ્યપાલ છે અને ત્યાં પણ તેઓ આ પ્રકારની કાર્યવાહી કરાવી રહ્યાં છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જે મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં કિરણ બેદી રસ્તા પર ઉભા રહીને બાઈક સવારો કે જેઓ નિયમોનું પાલન નથી કરતા તેમને બરાબરના ખખડાવે છે. તેમણે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનારાઓની બરાબરની કલાસ લગાવી હતી.