NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પૂજારાની બેવડી, સહાની સદી ઓસ્ટ્રેલિયા માટે જીતવું મુશ્કેલ

પૂજારાની બેવડી, સહાની સદી ઓસ્ટ્રેલિયા માટે જીતવું મુશ્કેલ

 | 7:21 am IST

રાંચી, તા. ૧૯

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં આવી ગઈ છે. ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૨૩ રને બે વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરીને ભારત સામે ૪૫૧ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, તેના જવાબમાં ભારતે ૬૦૩ રને પહેલી ઇનિંગ ડિક્લેર કરીને ઓસ્ટ્રેલિયા પર ૧૫૨ રનની લીડ મેળલી હતી. ચોથા દિવસના અંતે મહેમાન ટીમ હજી ૧૨૯ રન પાછળ છે. દિવસને અંતે મૈટ રેનશો સાત રને રમતમાં હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી વિકેટ વોર્નરના રૂપમાં ગુમાવી જેને જાડેજાએ ૧૪ રનના અંગત સ્કોરે બોલ્ડ કર્યો હતો, ત્યારબાદ નાઈટ વોચમેન તરીકે આવેલા લ્યોનને પણ જાડેજાએ પેવેલિયન ભેગો કરી દીધો હતો.

ભારતીય ઇનિંગ પર નજર કરીએ તો ચેતેશ્વર પૂજારાએ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમીને તથા રિદ્ધિમાન સહાએ ૧૧૭ રનની ઇનિંગ રમીને ભારતને મજબૂતી આપી હતી. આ ઉપરાંત જાડેજાએ અંતે ૫૪ રન ઉમેર્યા હતા. આમ પૂજારાની બેવડી સદી, સહાની સદી તથા જાડેજા, વિજય અને રાહુલની અડધી સદીનાં જોરે ભારતે ૧૫૨ રનની લીડ મેળવી લીધી હતી.

…અને એમ્પાયર અપીલ વગર જ પૂજારાને આઉટ આપવા જતા હતા

મેચના ચોથા દિવસે હેઝલવૂડ પોતાની ૩૩મી ઓવર નાખી રહ્યો હતો ત્યારે એક રમૂજી ઘટના બની હતી. હેઝલવૂડે જ્યારે પૂજારાને બાઉન્સ બોલ નાખ્યો તો બોલ પૂજારાનાં બેટની ઉપરથી પસાર થઈ ગયો હતો. આ દરમિયાન ફિલ્ડ એમ્પાયર ગુફી ગેફનીએ જાતે જ આઉટ કરાર આપવા આંગળી ઊંચી કરી. આ દરમિયાન તેમનું ધ્યાન ફિલ્ડિંગ કરતા ખેલાડીઓ અને હેઝલવૂડ તરફ ગયું જેમણે કોઈ અપીલ જ નહોતી કરી. આ ધ્યાને આવતાં જ ગુફીએ પોતાની આંગળી પોતાની ટોફી તરફ ફેરવી કાઢી. ઓસ્ટ્રેલિયાની ટીમને આ વાતનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

મેચમાં આવા રેકોર્ડ બન્યા

પૂજારા અને સહાએ ઓસ્ટ્રેલિયા સામે સાતમી વિકેટની ૧૯૯ રનની ભાગીદારી કરી ૬૯ વર્ષનો રેકોર્ડ તોડયો હતો.

ઓસ્ટ્રેલિયા સામે પૂજારાએ બીજી બેવડી સદી ફટકારીને સચિન અને લક્ષ્મણની બરાબરી કરી હતી.

પૂજારા અને વિજય વચ્ચે એક જ સિઝનમાં દુનિયામાં બીજા ક્રમની શતકીય ભાગીદારી નોંધાવવામાં આવી છે. તેમણે આ સિઝનમાં છ વખત શતકીય ભાગીદારી નોંધાવી છે. આ રેકોર્ડમાં ટોચનાં સ્થાને રહેલા હેડન અને પોન્ટિંગે સાત વખત ભાગીદારી કરેલી છે.

પૂજારા અને સહા ભાગીદારીની બેવડી સદી ચૂક્યા

પૂજારા અને સહાએ ચોથા દિવસે ભારતની રમત આગળ વધારી હતી. આ દરમિયાન પૂજારાએ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમી હતી. તેને સાથ આપતાં રિદ્ધિમાન સહાએ ૧૧૭ રનનું યોગદાન આપ્યું હતું. પૂજારા અને સહા વચ્ચે સાતમી વિકેટની ૧૯૯ રનની ભાગીદારી થઈ હતી. પૂજારા અને સહા આમ ભાગીદારીની બેવડી સદી ચૂક્યા હતા. પૂજારાએ વિજય સાથે બીજી વિકેટની સદીની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેની વિકેટ બાદ જાડેજાએ અણનમ અડધી સદી ફટકારી હતી.

ડીઆરએસને કારણે સહા બચી ગયો

મેચ શરૂ થયાની બીજી જ ઓવરમાં કમિન્સે ઇનસ્વિંગર નાખ્યો જે સહાનાં પેડ પર વાગ્યો હતો. સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા વિકેટ માટે અપીલ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની અપીલ બાદ ક્રિશ જૈફનીએ સહાને આઉટ કરાર આપ્યો હતો. સહાએ તરત જ પૂજારા સાથે ચર્ચા કરીને ડીઆરએસની માગ કરી. ટીવી એમ્પાયરે સહાને નોટઆઉટ જાહેર કર્યો હતો, તેને કારણે ટીમ ઇન્ડિયામાં ખુશીનું અને કાંગારુઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.

1