Pujara equaled Wadekar's record of being a century for 39 innings
  • Home
  • Sports
  • Cricket
  • પૂજારાએ 39 ઇનિંગ સુધી સદીથી વંચિત રહેવાના વાડેકરના રેકોર્ડની બરાબરી કરી

પૂજારાએ 39 ઇનિંગ સુધી સદીથી વંચિત રહેવાના વાડેકરના રેકોર્ડની બરાબરી કરી

 | 7:51 am IST
  • Share

  •  કાનપુર ટેસ્ટમાં પૂજારાનું ખરાબ ફોર્મ જળવાઈ રહ્યું
  •  પૂજારા ત્રીજા દિવસના અંતે નવ રન બનાવીને અણનમ 

ભારતીય ક્રિકેટ ટીમમાં નવી દીવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ખરાબ ફોર્મ કાનપુર ટેસ્ટમાં પણ જળવાઇ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે કાનપુરના ગ્રીનપાર્ક ખાતે રમાઇ રહેલ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના બન્ને દાવમાં પૂજારા ફ્લોપ સાબિત થયો હતો. ત્રીજા ક્રમે ઉપર ઊતરીને પ્રથમ ઇનિંગમાં 26 રન નોંધાવનારા પૂજારા બીજી ઇનિંગમાં ફક્ત 22 રન બનાવી શક્યો હતો. પૂજારા ત્રીજા દિવસના અંતે નવ રન બનાવીને અણનમ રહ્યો હતો અને રવિવારે તેની પાસે ટીમ ઇન્ડિયાને મોટી આશા હતી.

પરંતુ ભારતના સ્કોરમાં ફક્ત 13 રન જોડીને પૂજારા કાઇલ જેમિસનની બોલિંગમાં ટોમ બ્લંડેલના હાથમાં કેચઆઉટ થયો હતો. નોંધનીય છે કે પૂજારાએ તેની છેલ્લી સદી ત્રણ જાન્યુઆરી 2019ના રોજ બનાવી હતી. સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમતા પૂજારાએ રવિવારે એક અણગમતો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પૂજારાએ દિગ્ગજ અજિત વાડેકરના એ રેકોર્ડની બરાબરી કરી હતી કે જેમાં નંબર ત્રણ ઉપર ઊતરીને સતત 39 ઇનિંગ સુધી કોઇ સદી નોંધાવી ન હતી.

ત્રીજા ક્રમ ઉપર દિલીપ વેંગસરકરે સતત 25 ઇનિંગ સુધી કોઇ સદી નોંધાવી ન હતી. કાનપુર ટેસ્ટ અગાઉની વાત કરીએ તો પૂજારાએ 2019 પછી 22 ઇનિંગમાં કુલ 1068 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 28.26ની હતી અને તેનો બેસ્ટ સ્કોર 91 હતો. 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો