પુલકિત સમ્રાટ સાથે બ્રેકઅપ થતા યામી ગૌતમે આ રીતે નિકાળ્યો ગુસ્સો - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પુલકિત સમ્રાટ સાથે બ્રેકઅપ થતા યામી ગૌતમે આ રીતે નિકાળ્યો ગુસ્સો

પુલકિત સમ્રાટ સાથે બ્રેકઅપ થતા યામી ગૌતમે આ રીતે નિકાળ્યો ગુસ્સો

 | 12:21 pm IST

યામી ગૌતમ અને પુલકિત સમ્રાટ લાંબા સમય પછી એકબીજાથી અલગ થઇ ગયા છે. બંને વચ્ચે બગડેલા સંબંધોની અસર એકબીજાનાં જીવન પર પણ થઇ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બ્રેકઅપ પછી યામીએ બધો જ ગુસ્સો પોતાના ફિટનેસ ટ્રેનર પર નિકાળ્યો હતો. યામી ગૌતમ અને પુલકિત સમ્રાટને સમીર અંસારી ટ્રેનિંગ આપી રહ્યો હતો, પરંતુ યામીએ પુલકિત સાથે સંબંધ તુટવાથી પુલકિત સાથે જોડાયેલી દરેક ચીજથી પોતાનો સંબંધ તોડી દીધો છે.

યામી ગૌતમ ફિટનેસને લઇને ઘણી જ જાગૃત છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો્સ શેર કર્યા છે, પરંતુ તેણે પોતાનો ફિટનેસ ટ્રેનર બદલી દીધો છે. તો પુલકિત સમ્રાટ સમીર પાસેથી જ ટ્રેનિંગ લઇ રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર યામી જે પણ પુલકિત સમ્રાટ સાથે જોડાયેલું છે તે તમામ સાથે સંબંધ તોડી રહી છે. યામીએ પોતાની નાની બહેન સુરીલીને પણ એ જીમમાં ના જવાની સલાહ આપી છે. યામી અત્યારે ફરાહ ખાનનાં ટ્રેનરથી ટ્રેનિંગ લઇ રહી છે. યામી અને પુલકિત સમ્રાટ ‘સનમ રે’ ફિલ્મથી એકબીજાની નજીક આવ્યા હતા.