Pulse polio vaccination starting from 17th postponed indefinitely
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ૧૭મીથી શરૂ થનારું પલ્સ પોલિયોનું રસીકરણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત

૧૭મીથી શરૂ થનારું પલ્સ પોલિયોનું રસીકરણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત

 | 8:01 am IST
  • Share

કેન્દ્ર સરકારે ૧૭ જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થનારા પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દીધો છે. રાષ્ટ્રીય પોલિયો રસીકરણ કાર્યક્રમમાં ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે અસામાન્ય ગતિવિધિઓનું કારણ આપીને અનિશ્ચિત મુદત માટે આ કાર્યક્રમ સ્થગિત રાખ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૯મી જાન્યુઆરીના રોજ દરેક રાજ્યોને પત્ર લખીને પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ સ્થગિત કરાયો હોવાના સરકારના નિર્ણયની જાણ કરી હતી.

રાજ્યોના આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને પાઠવાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલીક અસામાન્ય પ્રવૃત્તિઓના કારણે ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસથી શરૂ થનારો પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ આગામી આદેશ સુધી સ્થગિત રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૧૯૭૮થી એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યૂનાઇઝેશન અંતર્ગત પોલિયોની રસી મૂકવાનું શરૂ કરાયું હતું. જેમાં ૬૦ ટકા નવજાત શિશુઓને આવરી લેવાયાં હતાં.

આરોગ્ય મંત્રીએ જ જાહેરાત કરી હતી..!!

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ૮મી જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે ૧૭મી જાન્યુઆરીથી દેશભરમાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થશે. બેથી ત્રણ દિવસ માટે રસી કાર્યક્રમ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે બાળકો પોલિયોની રસી મુકાવવામાં બાકાત રહી ગયા છે તેમને આવરી લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન