Pulwama attack could happen again in 2024 says Udit Raj
  • Home
  • Featured
  • કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન: 2024 સુધીમાં ફરીથી પુલવામા જેવો હુમલો થવાની આશંકા

કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન: 2024 સુધીમાં ફરીથી પુલવામા જેવો હુમલો થવાની આશંકા

 | 1:58 pm IST

પુલવામા હુમલાને લઇ રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરતાં કહ્યું છે કે 2024મા ચૂંટણી પહેલાં બીજો પુલવામા એટેક થઇ શકે છે. તેમણે એવી પણ આશંકા વ્યકત કરી છે કે સત્તામાં બની રહેવા માટે મોદી સરકારે 40 જવાનોના જીવનો સોદો કર્યો. ઉદિત રાજ કેન્દ્ર પર નિશાન સાંધતા શહીદોની જાતિ અને વર્ગનો પણ હવાલો આપી દીધો. તેમણે રાહુલ ગાંધી કરતાં પણ ચાર ડગલં આગળ નીકળતા કહ્યું કે આવતી લોકસભા ચૂંટણી પહેલાં પણ પુલવામા જેવો કોઇ નૃશંસ હુમલો થઇ શકે છે.

‘સત્તા માટે કરાયો 40 જવાનોના જીવનો સોદો’

પુલવામામાં તેમણે સરકારો હાથ બતાવતી ટ્વીટ કરી, જે લોકો સત્તા મેળવવા માટે ગુજરાતમાં નરસંહાર કરાવી શકે છે તેઓ સત્તા બનાવી રાખવા માટે 40 જવાનોના જીવનો સોદો પણ કરી શકે છે. તેના માટે દેશભક્તિ અને રાષ્ટ્રવાદ પ્રજાને ભરમાવાનો એક ટુલ છે.

એક બીજી ટ્વીટમાં ઉદિત રાજે કહ્યું કે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવાદનો પ્રચાર કરનાર લોકો મોટાભાગે ઉચ્ચ જાતિના હોય છે અને જે સૈનિકોએ મુખ્યત્વે હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા તેઓ SC/ST/OBC સમુદાયોમાંથી આવે છે. હાંસિયા પર ઉભેલા સમુદાયોને સત્તાધારી સવર્ણોને દેશભક્તિની કિંમત ચૂકવવી પડે છે.

ઉદિત રાજે કહ્યું કે રાહુલજીએ ખૂબ જ માકુલ પ્રશ્ન કર્યો છે. આખા દેશે તેમને પૂછવું જોઇએ કે પુલવામા હુમલામાં શું સચ્ચાઇ છે. જ્યારે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ આ થયું તો ભાજપના કાર્યકર્તા આખા દેશમાં કેન્ડલ માર્ચ નીકાળવા લાગ્યા. આ વિપક્ષનું કામ છે. પક્ષનું કામ છે તરત ભાળ મેળવવાનું. પક્ષ-વિપક્ષ બંને કામને ભાજપે પોતાની ઉપર લઇ લીધું અને તેનાથી ચૂંટણી જીત્યા જે રાહુલજીએ ઉઠાવ્યો છે. અમે પૂરું સમર્થન કરીએ છીએ. તપાસ થવી જોઇએ નહીં તો 2024ની પહેલાં પણ કંઇક આવું જ દેશમાં થશે. સમુદાયોમાંથી આવો છો. હાંસિયા પર ઉભેલા સમુદાયોને સત્તાધારી સવર્ણોની દેશભક્તિની કિંમત ચૂકવવી પડે છે.

આ વીડિયો પણ જુઓ : અમરેલીમાં વન્ય પ્રાણીઓની પજવણીનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન