Pulwama Attack; Indians Protest Against Pak Embassy in London
  • Home
  • Featured
  • લંડનમાં ભારતીય નાગરિકોએ પાકિસ્તાન એમ્બેસી સામે પુલવામા હુમલાનો કર્યો વિરોધ

લંડનમાં ભારતીય નાગરિકોએ પાકિસ્તાન એમ્બેસી સામે પુલવામા હુમલાનો કર્યો વિરોધ

 | 1:41 pm IST

ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જેના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રિટેનમાં રહી રહેલા સેંકડો ભારતીય નાગરિકોએ શનિવારે લંડનમાં પાકિસ્તાન હાઈ કમીશન(એમ્બેસી) સામે વિરોધ પ્રદર્શન કર્યું અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારિયોએ પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો.

ઉપરાંત ભારતીય લોકોએ તિરંગા સાથે પ્રદર્શન કરીને ‘વંદે માતરમ’ અને ‘કશ્મીર હમારા હૈ’ના નારા લગાવ્યા હતા. આ સાથે બ્રિટેનમાં રહી રહેલા ભારતીઓએ બ્રિટેન સરકારથી પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની સૈન્ય મદદ ન કરવા અને અન્ય કોઈ પણ મદદ ન કરવાની વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે પુલવામામાં થયેલ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. 78 બસોમાં જમ્મુથી શ્રીનગર જઈ રહેલા 2700 જવાનોના કાફલા પર આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ હુમલા બાદ દુનિયાના લગભગ 57 જેટલા દેશોએ પુલવામામાં થયેલા હુમલાની નિંદા કરી છે. આતંકી સંગઠન જૈસ પર ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જૈસ, ISI, તહરિક-એ-તાલિબાનના સંબંધ પર ભારત દ્વારા ડોઝિયર તૈયાર કરાઈ રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન