#PulwamaAttack Mastermind Ghazi Killed by Security Force In Pulwama
  • Home
  • Featured
  • પુલવામામાં 18 કલાક બાદ ઓપરેશન પુરૂ, ત્રીજો આતંકી ઠાર, 5 જવાનો શહીદ

પુલવામામાં 18 કલાક બાદ ઓપરેશન પુરૂ, ત્રીજો આતંકી ઠાર, 5 જવાનો શહીદ

 | 11:05 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી હાથ ધરવામાં આવેલુ એન્કાઉન્ટર હજી પણ યથાવત છે. આજે સવારે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા હતાં. આ ઉપરાંત વધુ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જોકે છેલ્લા 18 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનમાં સાંજે DIGને પગમાં ગોળી વાગી છે. સાથે સેનાના બ્રિહેડિયર પણ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત DIG અમિત કુમાર અને બ્રિગેડિયરને તત્કાળ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાઅં આવ્યા છે. આ ઉપરાંત લેફ્ટિનેંટ કર્નલ સહિત વધુ 3 જવાનો ઘાયલ થયા છે.

તો આજે સુરક્ષાબળોને ઘણું નુંકશાન થયું છે. આજે કુલ મળીને 5 જવાનો પણ શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ મર્યાના સમાચાર છે. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. 

મીડિયા રિપોર્ટ્સના મતે કામરાન અને ગાઝી રશીદ પુલવામા હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકી મોહમ્મદ આદિલ ડાર મરી ગયો હતો. એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ગાઝી જૈશનો મસૂદ અઝહરનો સૌથી વિશ્વસપાત્ર અને તેના નજીકમાંથી એક છે. ગાઝીને યુદ્ધ તકનીક અને IED બનાવાની તાલીમ તાબિલાનથી મળી છે અને આ કામ માટે તેને જૈશનો સૌથી વિશ્વાસપાત્ર મનાય છે. ગાઝી રશીદ જ પુલવામાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો અને કામરાન પણ તેની સાથે હુમલાના ષડયંત્રમાં સામેલ હતો.

કહેવાય છે કે ગાઝી રશીદ 9 ડિસેમ્બરના રોજ સરહદ પાર કરી કાશ્મીરમાં ઘૂસ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષા બળોએ તેને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમ્યાન સુરક્ષાબળો એ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી જેમાં આતંકીઓ છુપાયેલા હતા. કહેવાય છે કે પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેરી લીધા હતા.

આની પહેલાં મોડી રાતથી સોમવાર વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલન્સના મેજર સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. શહીદોમાં મેજર ડીએસ ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિ સિંહ હતા. તમામ શહીદ જવાન 55 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા.

કોણ છે ગાઝી રાશિદ?
આપને જણાવી દઇએ કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમ્યાન સુરક્ષાબળો એ તેને ઠાર કરી દીધો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી પોતાના ટોપ કમાન્ડર અને આઇઇડી એક્સપર્ટ ગાઝી રાશિદને આપી હતી.

ગાઝી રશીદે 2008મા જૈશ-એ-મોહમ્મદ જોઇન્ટ કર્યું અને તાલિબાનમાં ટ્રેનિંગ લીધી. 2010માં તે ઉત્તરી વજીરિસ્તાન આવી ગયો હતો. ત્યારથી આતંકની દુનિયામાં તે સામેલ છે. થોડાંક સમય બાદ તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાં યુવાનોને ભડકાવી ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન