#PulwamaAttack Not A Single Man Work Says Ex-RAW Chief
  • Home
  • Featured
  • પુલવામામાં CRPF હુમલાને લઇ પૂર્વ રૉ ચીફે કર્યો મોટો ધડાકો, કહ્યું કે કોઇ એક વ્યક્તિનું…

પુલવામામાં CRPF હુમલાને લઇ પૂર્વ રૉ ચીફે કર્યો મોટો ધડાકો, કહ્યું કે કોઇ એક વ્યક્તિનું…

 | 7:59 am IST

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી આતંકી હુમલો કોઇ એક વ્યક્તિનું કામ નહોતું પરંતુ આ એક આખા ગ્રૂપનું કામ હતું. એટલું જ નહીં આટલા મોટા હુમલા પાછળ સુરક્ષામાં પણ કયાંક ચૂક છે. તેમ ગુપ્તચર એજન્સી રૉના પૂર્વ ચીફ વિક્રમ સૂદનું કહેવું છે. રવિવારના રોજ સૂદે એક કાર્યક્રમની અંતર્ગત મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.

સૂદે કહ્યું કે પુલવામાની આખી ઘટનાને કોઇ એક વ્યક્તિએ અંજામ આપ્યો નથી. તેની પાછળ આખી ટીમ લાગી હશે. પૂર્વ રૉ ચીફે કહ્યું કે આ પ્રકારની ઘટના સુરક્ષામાં કયાંક કોઇપણ પ્રકારની ખામી વગર થાય નહીં. તેમની પાસે (સીઆરપીએફ) વાહનોની અવરજવર અંગે માહિતી હતી. આ અંજામ આપવા પાછળ લોકોના ટોળા રહ્યા હશે.

ભારતે આના પર શું જવાબ આપવો જોઇએ તેમ પૂછવા પર તેમણે કહ્યું કે આ કોઇ બોક્સિંગ મેચ નથી. મુક્કાના બદલે મુક્કો ચાલશે નહીં. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કહી ચૂકયા છે કે સમય અને સ્થળની પસંદગી સુરક્ષા બળ કરશે. ચીનના અડંગાના લીધે જૈશ-એ-મોહમ્મદના આતંકી મૌલાના મસૂદ અઝહરને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવાની અડચણોને લઇ તેમણે કહ્યું કે ચીન પાકિસ્તાનના અનુરોધ પર આમ કરી રહ્યું છે.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના મુખ્યા રહેલા સૂદે કહ્યું કે જ્યારે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની વાત આવે છે તો સંયુકત રાષ્ટ્રમાં માત્ર ચીન જ તેમની રક્ષા કરે છે. રૉના પૂર્વ પ્રમુખે દાવો કર્યો છે કે ચીન આવું એટલા માટે કરી રહ્યું છે કારણકે તેને આશંકા છે કે શિનજિયાંગ પ્રાંતના ઇસ્લામિક સંગઠન પાકિસ્તાનના આતંકવાદીઓનો સંપર્ક કરી શકે છે.

ગુપ્તચર સર્વિસીસ સાથે 31 વર્ષ સુધી જોડાયેલા રહેલા સૂદે કહ્યું કે આ એક બીજો ફાયદો પહોંચાડવા જેવું છે. ચીન પાકિસ્તાન માટે આમ કરશે. પાકિસ્તાન નક્કી કરશે કે તેના આતંકવાદી તેના માટે શિંજિયાંગમાં મુશ્કેલીઓ ઉભી ના કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન