Pulwama Car Blast Failed, Ajot Doval Talks PM Modi
  • Home
  • Featured
  • ‘પુલવામા-2’ જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ, PM મોદીને આમને ફોન કરી કહ્યું…

‘પુલવામા-2’ જેવું આતંકી ષડયંત્ર નિષ્ફળ, PM મોદીને આમને ફોન કરી કહ્યું…

 | 12:12 pm IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આઇઇડી દ્વારા જવાનો પર હુમલા કરવાના આંતકીઓના ષડયંત્રને સુરક્ષાબળોએ નિષ્ફળ કરી દીધું છે. પુલવામાની ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી છે. આ માહિતી એનએસએ અજીત ડોભાલે પીએમ મોદી સુધી પહોંચાડી દીધી છે.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે પુલવામામાં જ એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાકઇ કરી આતંકી સંગઠન જૈશના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા.

સુરક્ષાબળોએ પુલવામાના આઇનગુંડ વિસ્તારમાં એક સેન્ટ્રો કારમાં લાવી રહેલા આઇઇડીને જપ્ત કર્યો. આ વાહનમાં આઇઇડી મળ્યો તેના પર લાગેલી નંબર પ્લેટ કઠુઆનો નંબર લખેલો હતો. કારમાં વિસ્ફોટક એટલી મોટી માત્રામાં ભરેલો હતો કે સુરક્ષાબળોએ તેને ઉડાડવી પડી.

કાર પર કઠુઆની નંબર પ્લેટ

કાર પર જેકે-08 1426 નંબરની પ્લેટ લાગેલી છે જે કઠુઆનો નંબર છે. જમ્મુ સંભાગનો કઠુઆ વિસ્તાર સીમાંત ક્ષેત્ર છે અને અહીંના હીરાનગર વિસ્તારને પાકિસ્તાની ઘૂસણખોરીની દ્રષ્ટિથી ખૂબ જ સંવેદનશીલ મનાય છે. એવામાં આ કારમાં વિસ્ફોટકની પાછળ કોઇ પાકિસ્તાની ષડયંત્રની શંકા પણ વ્યકત કરાય રહી છે.

જાણો સમગ્ર માહિતી : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની કોશિશ નાકામ, કારમાંથી IED ઝડપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન