- Home
- Entertainment
- Bollywood
- પુલવામા આતંકી હુમલો: નવજોત સિંહ સિદ્ધૂ પર અનુપમ ખેરે કર્યો આકરો પ્રહારને કહ્યું કે…

પુલવામા આતંકી હુમલો: નવજોત સિંહ સિદ્ધૂ પર અનુપમ ખેરે કર્યો આકરો પ્રહારને કહ્યું કે…

14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા એ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જૈશ-એ-મોહમ્મદની તરફથી કરાયેલા આ કાયરતાભર્યા હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા છે. દેશના લોકોમાં જ્યાં પાકિસ્તાનને લઇ આક્રોશ છે. ત્યાં કોમેડિયન-ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાનની વકાલત કર્યા બાદ ચારેયબાજુથી બરાબરના ઘેરાયા છે. હવે એકટર અનુપમ ખેરે પણ સિદ્ધૂ પર નિશાન સાંધ્યું છે.
વાત એમ છે કે એક યુઝરે અનુપમ ખેરને પ્રશ્ન પૂછતા લખ્યું હતું કે “ખાસ કરીને કોમ્યુનિસ્ટને શું દંડ થવો જોઇએ? #NavjotSinghSidhu?#AskAnupam.” તેના જવાબમાં એકટરે ટ્વીટ કરી લખ્યું, – કયારેક-કાયરેક જ્યારે તમે બહુ વધુ વાત કરો છો, તો એ તમારી પાસેથી બકવાસ વાતો પણ કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે સિદ્ધૂએ પુલવામા ટેરર એટેક પર આપેલા નિવેદન બાદ ‘ધ કપિલ શર્મા શો’માંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. શો માં હવે તેમની જગ્યા અર્ચના પૂરન સિંહે લીધી છે.
સિદ્ધૂ શું બોલ્યા હતા?
સિદ્ધૂ એ પુલવામા એટેક પર કહ્યું હતું કે શું કેટલાંક લોકોની કરતૂત માટે આખા દેશને જવાબદાર ગણાવી શકાય છે? આ એક ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. હું આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઇપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. જેમણે પણ આમ કર્યું છે તેમને સજા મળવી જ જોઇએ. ભારત-પાકિસ્તાનની વચ્ચે મુદ્દાઓના સ્થાયી સમાધાન શોધવાની જરૂર છે. આ પ્રકારના લોકો (આતંકવાદીઓ)ના કોઇ દેશ, ધર્મ અને જાતિ હોતા નથી. કેટલાંક લોકોના લીધે આખા રાષ્ટ્ર (પાકિસ્તાન)ને જવાબદાર ગણાવો યોગ્ય ગણાવી શકાય નહીં.
Feeling extremely sad and angry. More than 40 @crpfindia jawans martyred. Millions of thoughts in my mind. I hope The govt. deals with the terrorists befittingly. Also time for certain people in our own country who criticise the army to SHUT UP. pic.twitter.com/mZSgExsxQJ
— Anupam Kher (@AnupamPKher) February 14, 2019
ભારતમાં પાકિસ્તાની કલાકારો પર બેન તો લગાવી જ દીધો છે. તેમ છતાંય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાંય લોકો પાકિસ્તાની સિંગર અને એકટર સાથે કામ કરે છે. તેની હવે જોરદાર આલોચના થઇ રહી છે. પાકિસ્તાની કલાકારો સંગ કામ કરનારાઓનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ (એફડબ્લ્યુઆઇસીઇ)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતનું કહેવું છે કે અમે પાક કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સાથો સાથ પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવાની જિદ કરનારા ફિલ્મ નિર્માતાઓ પર પણ પ્રતિબંધ મૂકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન