Pulwama Terror Attack : CRPF Jawan Thaka Belkar Save Life
  • Home
  • Featured
  • પુલવામા હુમલો: CRPFની એ જ બસમાં બેઠા’તા આ જવાન, 1 મેસેજ આવ્યો અને…

પુલવામા હુમલો: CRPFની એ જ બસમાં બેઠા’તા આ જવાન, 1 મેસેજ આવ્યો અને…

 | 3:32 pm IST

ગયા સપ્તાહે થયેલા પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા, પરંતુ એક જવાન એવો પણ છે જે પોતાની બટાલિયનમાં સામેલ પોતાના સાથીઓની સાથે કાશ્મીર માટે રવાના થવા જઇ રહ્યો હતો, પરંતુ ગાડીમાં બેઠા બાદ તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો જે વાંચી તે ગાડીમાંથી ઉતરી ગયો તેનાથી તેનો જીવ બચી ગયો.

મહારાષ્ટ્રના અહમદનગરના થાકા બેલકર સીઆરપીએફના એ બટાલિયનમાં હતા જેના પર 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકીઓએ હુમલો કર્યો જેમાં 40 જવાન શહીદ થઇ ગયા. હુમલાના દિવસે પુલવામાથી ખૂબ દૂર અહમદનગર સ્થિત થાકા બેલકરના ઘરમાં તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ તેને લગ્ન માટે હેડક્વાર્ટરમાંથી રજા મળી નહોતી અને તેને પણ એ સમયે બટાલિયનની સાથે કાશ્મીર જવાનું કહ્યું. આ આદેશ બાદ થાકા બેલકર પોતાના સાથીઓની સાથે કાશ્મીર જવાની તૈયારીમાં લાગી ગયો.

તે પોતાની બટાલિયનની સાથે નીકળવાની તૈયારી કરી રહ્યો હતો ક ત્યાં તેના મોબાઇસ પર મેસેજ આવ્યો કે પોતાની રજા મંજૂર થઇ ગઇ છે. આ મેસેજ વાંચતા જ બેલકર ગાડીમાંથી ઉતરી પોતાના કેમ્પથી ગામ જવા માટે નીકળવાની તૈયારી કરવા માટે ઉતરી ગયો અને તેનો જીવ બચી ગયો.

અહમદનગરના પારનેર જિલ્લાના એક અકાલ પીડિત ગામમાં છે જ્યાં થાકા બેલકરનું ઘર છે. બેલકરના પરિવારમાં માતા-પિતા અને એક નાની બહેન છે. બેલકરના ઘરે તેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તમામ લગ્નની તૈયારીઓમાં લાગ્યા હતા. જો એ સમયે બેલકરને રજા ના મળી હોય તો તેને પણ બટાલિયનની સાથે જવું પડત.

લગ્ન માટે રજા એપ્લાય કર્યા બાદ બેલકરને પોતાની રજાની મંજૂરી મળવાની રાહ જોતા હતા પરંતુ 13 ફેબ્રુઆરી સુધી તેમને રજાની મંજૂરીનો કોઇ મેસેજ આવ્યો નહોતો. બીજીબાજુ બટાલિયનને અહીંથી કાશ્મીર જવાનો ઑર્ડર પણ મળ્યો હતો. બટાલિયનમાં તમામ કાશ્મીર જવા માટે પોત-પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. પરંતુ 14મી સવારે બેલકર પોતાના બાકી સાથીઓની સાથે ગાડીમાં બેઠા હતા કે ત્યારે તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો અને ગાડીમાંથી ઉતરી ગયા અને તેમની જિંદગી બચી ગઇ.

ગાડીમાંથી ઉતરી બેલકર પોતાના કેમ્પમાં પાછા આવ્યા અને પોતાના ગામ જવા નીકળી પડ્યા. પરંતુ રસ્તામાં થોડાંક જ કલાકો બાદ તેમને ખબર પડી કે જે ગાડીમાંથી બેલકર બટાલિયનની સાથે કાશ્મીર માટે નીકળ્યા હતા તે ગાડી પર આતંકી હુમલો થય અને આ હુમલામાં 40 જવાન શહીદ થયા. બેલકર બીજા દિવસે સવારે પોતાના ગામ પહોંચ્યો, પરંતુ તેને પોતાના 40 સાથીઓના મોતનો આઘાત લાગ્યો છે. તેમણે મીડિયા સામે વાત કરવાની ના પાડી દીધી. બેલકરના પરિવારને પણ આ ઘટનાથી આઘાત લાગ્યો છે. લગ્નનો જશ્ન માતમમાં ફેરવાઇ ગયો.

થાકા બેલકરના પિતાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમને અમારો દીકરો ઘરે પાછો આવ્યાની ખુશીથી વધુ એ વાતનું ગમ છે કે મારા અમારા 40 દીકરાઓ શહીદ થઇ ગયા. હુમલાની ઘટનાથી અમે બધા દુખી છીએ. અમે અમારા દીકરાના લગ્ન સાદાઇથી કરીશું. ઠકા બેલકરના તાઇનું કહેવું છે કે આ હુમલા બાદ તેમને ત્યાં લગ્નને લઇ કોઇ ઉત્સાહ નથી. અમે આગળ કોઇ ખરીદી કરવાના નથી. લગ્નનો માહોલ થયા બાદ પણ અમારું મન કંઇ ખરીદવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન