બેંગ્લુરૂ કરતાં પુણે ટેસ્ટમાં ઝડપેલો કેચ વધુ કઠિન હતો : રિદ્ધિમાન સહા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેંગ્લુરૂ કરતાં પુણે ટેસ્ટમાં ઝડપેલો કેચ વધુ કઠિન હતો : રિદ્ધિમાન સહા

બેંગ્લુરૂ કરતાં પુણે ટેસ્ટમાં ઝડપેલો કેચ વધુ કઠિન હતો : રિદ્ધિમાન સહા

 | 12:56 am IST

કોલકાતા, તા. ૧૨

ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સહાએ પુણે અને બેંગ્લુરૂમાં ડાઇવ લગાવી બે અદ્ભૂત કેચ ઝડપ્યાં હતાં ત્યારે આ બંને કેચની તુલના અંગે સહાએ કહ્યું કે, બેંગ્લુરૂ ટેસ્ટ કરતાં પુણેમાં ઝડપેલો કેચ ઘણો કઠિન હતો. સહાએ પુણેમાં સ્ટીવ ઓ’કીફનો હવામાં ડાઇવ લગાવી અને બેંગ્લુરૂમાં અશ્વિનની બોલિંગમાં મેથ્યુ વેડનો શાનદાર કેચ ઝડપ્યો હતો.

પોતાનાં નામથી વિકેટકીપિંગ કોચિંગનાં ગ્લવ્સનાં લોન્ચિંગનાં કાર્યક્રમમાં બંને કેચ અંગે તેણે પોતાનો મત આપતા બેંગ્લુરૂમાં ઝડપેલા કેચ કરતાં પુણેના કેચને વધુ કઠિન ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવા પ્રયત્ન કરશે. પીચ અને બોલરો વિશે તેણે કહ્યું હતું કે પુણે અને બેંગ્લુરૂની પીચ પર અશ્વિન અને જાડેજા જેવા સ્પિનરોની બોલિંગ સામે વિકેટકીપિંગ કરવું એ ખૂબ જ પડકારજનક છે. ટર્ન લેતી પીચ પર કીપિંગ કરવું એ મોટી જવાબદારીનું કામ છે. આવી પીચ પર બાઉન્સ અસામાન્ય હોય છે જેવું બંને ટેસ્ટમેચમાં જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતનાં શ્રેષ્ઠ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ બધાનાં મનમાં ફક્ત એક જ સવાલ હતો કે વિકેટ પાછળ ધોની જેવી કીપિંગ કોણ કરશે? ધોની જેવી કીપિંગ અને સાથે તેના જેવી બેટિંગ કરવી તે દરેક વ્યક્તિ માટે સરળ નથી. પરંતુ હાલમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટમેચની શ્રેણીમાં રિદ્ધિમાન સહાએ ધોનીની કસર પૂરી કરવાની પૂરી કોશિશ કરી છે.