Pune Based Indian Company Made Corona Virus's Vaccine
  • Home
  • Featured
  • ભારતે દુનિયાને બતાવી ખરી તાકાત, પુણેમાં કોરોના વાયરસને નષ્ટ કરવાની રસી બનાવી

ભારતે દુનિયાને બતાવી ખરી તાકાત, પુણેમાં કોરોના વાયરસને નષ્ટ કરવાની રસી બનાવી

 | 4:23 pm IST

ચીનનાં વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસનો તોડ નીકાળવાનું કામ વૈશ્વિક સ્તર પર ચાલી રહ્યું છે. આ દરમિયાન પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોરોનાને રોકવા માટે એક વેક્સિન વિકસિત કરવામાં સફળતા મેળવી છે. અત્યારે આ વેક્સિન પ્રાથમિક ક્લિનિકલ ટેસ્ટ માટે તૈયાર છે અને 6 મહિના બાદ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. જણાવવામાં આવ્યું કે કોરોનાની સારવાર માટે એસઆઈઆઈ કોડાજેનિક્સ દ્વારા વિકસિત કરવામાં આવેલી સંભવિત વેક્સિન વાયરસનાં સંક્રમણને રોકવા માટે એક સુરક્ષાકવચ બનાવવામાં અપેક્ષાથી ઓછો સમય લે છે.

વેક્સિન 6 મહિનામાં હ્યૂમન ટ્રાયલ માટે તૈયાર થશે

એસઆઈઆઈનાં માલિક અને સીઈઓ અદલ પૂનાવાલાએ જણાવ્યું કે આ વેક્સિન વાયરસનો સ્ટ્રેન મૂળ કોરોના વાયરસનાં જેવો જ છે અને આ એક મજબૂત હ્યુમન રિસ્પોન્સ જનરેટ કરે છે. તેમણે કહ્યું કે આ વેક્સિન 6 મહિનામાં હ્યૂમન ટ્રાયલ માટે તૈયાર થઈ જશે. ત્યારબાદ આ ભારતની એવી પહેલી વેક્સિન થઈ જશે જેને આટલા ઝડપથી આ ચરણમાં લાવવામાં સફળતા મળી છે.

2022 સુધી તૈયાર થઈ જશે વેક્સિન

પૂનાવાલાએ જણાવ્યું કે, હ્યુમન ટ્રાયલ બાદ તેને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયથી અપ્રૂવલની જરૂરિયાત રહેશે, ત્યારબાદ તેને કોરોના વાયરસનાં તોડ તરીકે ઉપયોગમાં લઇ શકાશે. તેમણે કહ્યું કે માનવ શરીર પર વેક્સિનની સ્ટડીમાં પણ એક વર્ષ લાગશે. તેમણે વર્ષ 2022ની શરૂઆતમાં વેક્સિનનાં સંપૂર્ણ તૈયાર થઈ જવાની આશા વ્યક્ત કરી છે. પૂનાવાલાએ કહ્યું કે આ વેક્સિનનો વિકાસ સમકાલીન દુનિયામાં વૈશ્વિક મહામારીનો જવાબ આપવાની ભારતની ક્ષમતાને દર્શાવે છે.

ચીનમાં કોરોના વાયરસથી 1,868 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે ચીનમાં ઘાતક કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 1,868 થઈ ગઈ છે. અત્યાર સુધી 72,436 કેસની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રિય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી)એ જણાવ્યું કે 1,097 દર્દીઓ ઘણા ગંભીર છે અને 11,741 દર્દીઓની સ્થિતિ નાજુક છે. અત્યાર સુધી કુલ 12,552 લોકોને સારવાર બાદ હૉસ્પિટલથી રજા આપવામાં આવી ચુકી છે. હોંગકોંગમાં સોમવાર સુધી આના 60 કેસની પુષ્ટિ થઈ ગઈ હતી, જ્યાં આનાથી એક વ્યક્તિનો જીવ ગયો છે.

આ વિડીયો પણ જુઓ: વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિકનો વીડિયો આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન