ચા વેચવા વાળાએ બનાવ્યો કમાણીનો રેકોર્ડ, જાણીને થઈ જશે આંખો પહોળી - Sandesh
  • Home
  • India
  • ચા વેચવા વાળાએ બનાવ્યો કમાણીનો રેકોર્ડ, જાણીને થઈ જશે આંખો પહોળી

ચા વેચવા વાળાએ બનાવ્યો કમાણીનો રેકોર્ડ, જાણીને થઈ જશે આંખો પહોળી

 | 10:15 am IST

ચા વેચવા વાળાને એક સામાન્ય માણસની નજરે જોવામાં આવે છે. તેની આવક પણ બે ટંકનું ભોજન રળવા પુરતી મર્યાદીત ગણાય છે. પરંતુ મહારાષ્ટ્રના પુનામાં એક ચા વાળાની આવક સાંભળી ભલભલા મોઢામાં આંગળા નાખી ગયાં છે.

આ ચા વાળો દર મહિને કોઈ મલ્ટિ નેશનલ કંપનીમાં સારા પદ પર નોંકરી કરતા કર્મચારી કરતા પણ વધારે આવક રળે છે.

નવનાથ યેવલે પુણેમાં ‘યેવલે ટી હાઉસ’ નામનો ચાનો સ્ટોલ ધરાવે છે. આ ટી સ્ટોલ લોકોનું પસંદગીનું સ્થળ બની ગયું છે. શહેરના જાણીતા સ્ટોલ્સમાં આ ટી સ્ટોલની ગણતરી થાય છે. યેવલે ટી હાઇસની મહિનાની કમાણી અધધધ 12 લાખ રૂપિયા છે. યેવલે ટી ગાઉસના કો-ફાઉંડર નવનાથ યેવલેનું કહેવું છે કે તે નજીકના ભવિષ્યમાં તેમના ટી સ્ટોલને આંતરરાષ્ટ્રિય બ્રાંડ બનાવશે.

નવનાથ કહે છે કે, પકોડા બિઝનસથી વિપરીત ચા વેચવાનો બિઝનેસ પણ ભારતીયોને રોજગાર પુરો પાડી રહ્યો છે. તે ખુબ જ ઝડપી વિકસી રહ્યો છે જેને લઈને હું ખુબ જ ખુશ છું. હાલ પુનામાં યેવલે ટી સ્ટોલના ત્રણ સેંટરો આવેલા છે. દરેક સેંટર પર લગભગ 12 લોકો કામ કરે છે.