pune woman scolds footpath riders senior citizen traffic rules breaker
  • Home
  • Featured
  • એવું કામ કર્યુ આ બાએ કે ચારેકોર તેની જ ચર્ચા, વીડિયો જોઈ તમે પણ કહેશો અરે વાહ!

એવું કામ કર્યુ આ બાએ કે ચારેકોર તેની જ ચર્ચા, વીડિયો જોઈ તમે પણ કહેશો અરે વાહ!

 | 4:13 pm IST

આપણે ત્યાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ઘરની બહાર નીકળીએ ત્યારે ટ્રાફિકમાં ફસાઇએ નહી બસ એ જ વાતની ચિંતા સતાવે છે. આવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આપણે ઘણી વખત જોયુ હશે કે લોકો ઉતાવળા થઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. કેટલીક વખત તો લોકો ફૂટપાથ પર શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક ‘બા’ જોરદાર વાયરલ થઈ રહ્યા છે જેઓ ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસ કરે છે. આ આધેડ મહિલાની ઉંમર નિર્મલા ગોખલે છે જેમની ઉંમર 71 વર્ષ છે. પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકો પણ તેમના આ પગલાની પ્રશંસા કરે છે.

ખરેખર આજના સમયમાં જ્યાં પોતાના કામ માટે પણ લોકોને ટાઇમ નથી ત્યારે આ રીતે આટલી ઉંમરે લોકો માટે કામ કરી રહેલા આ બાને સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન