Pung game Review on Invitation to people with restriction
  • Home
  • Ahmedabad
  • પબજી પર પ્રતિબંધને લઇને લોકો પાસે મંગાવાયા રિવ્યૂ, પરંતુ સામેથી મળ્યા ચોંકાવનારા જવાબ

પબજી પર પ્રતિબંધને લઇને લોકો પાસે મંગાવાયા રિવ્યૂ, પરંતુ સામેથી મળ્યા ચોંકાવનારા જવાબ

 | 10:38 am IST

દેશ-વિદેશમાં પબજી ગેમની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. યુવાવર્ગ જેને વધુ પસંદ કરે છે તેવી આ ગેમથી યુવા માનસ પર અવળી અસર પડતી હોવાથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પબજી ગેમ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. પોલીસે પબજી ગેમના પ્રતિબંધ મુદ્દે ટ્વીટર અને ફેસબુક પર રિવ્યું પુછતા ખીજાયેલા અનેક લોકોએ કટાક્ષ કરીને દારૂ, ગૌમાંસ બંધ કરો અને ચેઈન સ્નેચરો અને બુટલેગરોને પકડો તેવી પ્રતિક્રિયા આપી હતી.

કેટલાકે કોમેન્ટમાં એમ કહ્યું કે કે, પબજી ગેમમાં પોલીસ તંત્રની સાથે બાળકોના માતા-પિતાએ પણ સજાગ રહેવું જરૂરી છે. પબજી ગેમના લીધે બાળકો ઉપર અવળી અસર પડે છે પરંતુ પોલીસે રિવ્યુ માંગતા અટવાઇ ગઇ હતી.

માતા-પિતાએ તેમના સંતાન શું કરે છે તે સહિતની માહિતી રાખવી જોઈએ તો જ સંતાન ઉપર ખોટી અસર નહીં પડે તેવી કોમેન્ટ પણ આવી છે. દારૂ, સિગારેટ, તમાકુ ઉપર પ્રતિબંધ નાખો કેમ કે, એ પણ બાળકોના ભવિષ્ય માટા હાનિકારક છે. આ પબજી ફબજી પાછળ શું કામ પડયા છો?

માતાપિતા તો તેમના સંતાનોની જવાબદારી નિભાવશે પરંતુ પોલીસે પોતાની જે જવાબદારી નિભાવવાની છે તે નિભાવે. એક દિવસમાં પબજી ગેમ વિશે ફેસબુક, ટ્વીટર અને સોશિયલ મીડિયા પર 150થી વધુ કોમેન્ટ આવતા પોલીસ તંત્ર ચોંકી ગયું છે.

આ ગેમ રમવી એક ગુનો છે. હાલમાં મોબાઈલ આધારિત રમતમાં યુવા વર્ગમાં વ્યસન જોવા મળી રહ્યુ છે. જે ખૂબ જ ચિંતાજનક છે. પોલીસે તાજેતરમાં પબજી ગેમ રમનાર સામે કાર્યવાહી કરી લોકો પાસે રિવ્યું માંગતા પોલીસ અટવાઇ ગઇ હતી. હવે રિવ્યું પ્રમાણે પોલીસ કાર્યવાહી કરી શકે તેમ નથી. લોકોએ દારૂ, ચેઇન સ્નેચિંગ અને ગૌમાંસ અંગે વધુ ટીપ્પણીઓ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન