PUNJAB CM Charanjit Singh called on Captain Amarinder Singh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હી દરબારમાં આવ્યા બાદ આખરે નવજોત સિંહ સિદ્ધુ ઢીલા પડ્યા

દિલ્હી દરબારમાં આવ્યા બાદ આખરે નવજોત સિંહ સિદ્ધુ ઢીલા પડ્યા

 | 10:42 pm IST
  • Share

CM ચરણજીત સિંહે કેપ્ટન અમરિંદર સાથે મુલાકાત કરી
નવજોત સિંહ સિદ્ધુ હાઈકમાન્ડનો આદેશ માનવા તૈયાર
પંજાબ કોંગ્રેસમાં ફરી હલચલ તેજ થઈ

પંજાબ કોંગ્રેસમાં સત્તા પરિવર્તન બાદ પણ રાજકીય હલચલ હજુ ચાલુ જ છે અને તેને ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, ફરી એક વખત પંજાબને લઈને દિલ્હીથી મોહાલી સુધી હલચલ વધી ગઈ છે. પંજાબના મુખ્યમંત્રી આજે પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા હતા, જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ દિલ્હીના પંજાબ ભવનમાં કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી.

સિદ્ધુએ દિલ્હીમાં ધામા નાખ્યા 

પંજાબ કોંગ્રેસ (PCC) ના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર નવજોત સિંહ સિદ્ધુએ આજે દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને દિલ્હીના પંજાબ ભવનમાં ખાતે તેઓ પાર્ટીના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી. દિલ્હીમાં તેઓ પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ રાવત અને કેસી વેણુગોપાલને મળ્યા.

સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે

આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત પાર્ટી હાઈકમાન્ડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મારા નેતાઓ છે, મને તેમના નેતૃત્વમાં વિશ્વાસ છે. હાઈકમાન્ડનો દરેક નિર્ણય સ્વીકાર્ય છે. તો બીજી બાજુ, હરીશ રાવતે કહ્યું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને સંગઠનને મજબૂત બનાવશે.

અમે તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું

હરીશ રાવતે કહ્યું કે, નવજોત સિદ્ધુએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય તેમના દ્વારા સ્વીકારવામાં આવશે. તેથી સૂચના સ્પષ્ટ છે કે નવજોત સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે કામ કરવું જોઈએ અને સંગઠનાત્મક માળખું સ્થાપિત કરવું જોઈએ. આ અંગે વિસ્તૃત માહિતી આવતીકાલે જાહેર થશે. રાવતે પંજાબની સ્થિતિ પર કહ્યું કે અમે તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું. સિદ્ધુ અને ચન્નીએ તમામ મુદ્દાઓ પર વાત કરી છે અને ટૂંક સમયમાં જ કોઈ ઉકેલ આવી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો