વડોદરા: પાદરામાં સાઇકલની આડમાં લવાતા દારૂનું પંજાબ કનેક્શન - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: પાદરામાં સાઇકલની આડમાં લવાતા દારૂનું પંજાબ કનેક્શન

વડોદરા: પાદરામાં સાઇકલની આડમાં લવાતા દારૂનું પંજાબ કનેક્શન

 | 9:19 pm IST

પાદરાના સાંગમા કેનાલ પાસેથી ઝડપાયેલા વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. જે દારૃ પંજાબથી પાદરા લાવવામાં આવ્યો હોવાનું બહાર સપાટી પર આવ્યુ હતું અને વધુ બે બુટલેગરોની પાદરા પોલીસે ધરપકડ કરી હતી.

પાદરાના સાંગમા કેનાલ પાસે બાતમીના આધારે પાદરા પોલીસે ઝડપી પાડેલ મોટી સંખ્યામાં દારૃના જથ્થામ્ના મામલે પાદરા પોલીસે આ ગુના સંદર્ભે બે બુટલેગરો જે સિંધરોટના રહેવાસી ઠાકોર અમરસિંહ માડી તેમજ સુરેશ અમરસિંહ માડીને ગત રાત્રી દરમયિાન ૫ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડયા હતા.

વિદેશી દારૃનો જથ્થો પંજાબથી પાદરા લવાયો હોવાની કબુલાત બુટલેગરો દ્વારા કબુલાત કરાઇ હતી. પરંતુ વાત કરવામાં આવે તો આટલી મોટી સંખ્યામાં દારૃનો જથ્થો જે સાઇકલના સ્પેર પાર્ટની આડમાં સંતાડીને પાદરા ખાતે લવાયો તો.જે સાઇકલના સ્પેર પાર્ટ ગર્વમેન્ટ અન્ડર ટેકિંગ કંપની પાસે ગુજરાતમાં મંગાવ્યો હોય પરંતુ તેનો ઉપયોગ કરી તેની આડમાં વિદેશી દારૃ સંતાડીને પાદરા લવાયો હોય તેમ પ્રાથમિક માહિતી પાદરા પીઆઇ ડી. એમ. વ્યાસે આપી હતી.