Punjab Kings' Deepak Hooda on BCCI's ACU team's radar, post to be investigated
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંજાબ કિંગ્સનો દીપક હુડા BCCIની એસીયુ ટીમના રડારમાં, પોસ્ટની તપાસ કરાશે

પંજાબ કિંગ્સનો દીપક હુડા BCCIની એસીયુ ટીમના રડારમાં, પોસ્ટની તપાસ કરાશે

 | 9:32 am IST
  • Share

બીસીસીઆઇની એન્ટિ કરપ્શન યુનિટ (એસીયુ) યુએઇ ખાતે રમાતી આઇપીએલ લીગ ઉપર બાજનજર રાખી રહી છે. પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર દીપક હુડા પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે એસીયુના રડારમાં આવી ગયો છે.

મંગળવારે પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ પહેલાં દીપકે સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. દીપકે ભ્રષ્ટાચાર વિરોધી આચારસંહિતાનો ભંગ કર્યો છે કે નહીં તેની એસીયુ તપાસ કરી રહી છે.

એસીયુના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને ટીમ તરફથી નજરઅંદાજ કરવામાં આવી તો તેઓ એસીયુ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે, નહીં તેની તપાસ કરશે. ટીમની રણનીતિ કે પ્લેઇંગ ઇલેવન અંગે સોશિયલ મીડિયામાં વાત કરવા અંગે સખત પ્રતિબંધ છે. દીપકની આ પોસ્ટથી એવું લાગી રહ્યું છે કે, તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ છે અને સાંજની એટલે કે, રાજસ્થાન સામેની મેચ રમવા માટે તૈયાર છે.

એસીયુની આચારસંહિતા મુજબ ખેલાડીઓ શું કરવું જોઈએ અને શું નહીં તેની સ્પષ્ટ ગાઇડલાઇન આપવામાં આવી છે. મેચના વેન્યૂ ઓછા હોવાના કારણે સટ્ટાબાજો સોશિયલ મીડિયા દ્વારા ખેલાડીઓનો સંપર્ક સાધી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો