Punjab man starts company to recycle cigarette butts
  • Home
  • Business
  • YouTubeમાંથી Video જોઇ શખ્સે સિગરેટના ઠુંઠાનું રિસાઇકલિંગ કરીને જમાવ્યો બિઝનેસ

YouTubeમાંથી Video જોઇ શખ્સે સિગરેટના ઠુંઠાનું રિસાઇકલિંગ કરીને જમાવ્યો બિઝનેસ

 | 11:08 am IST
  • Share

આપત્તિને અવસરમાં બદલવાની તક બહુ ઓછા લોકોને મળતી હોય છે. પંજાબના મોહાલીમાં રહેતા એક શખ્સે લોકડાઉનમાં નોકરી છૂટતા ચિંતામાં મૂકાવાની જગ્યાએ એવા બિઝનેસની શરૂઆત કરી જે પોતાનામાં જ એક મિસાલ બની ગઇ. જી હા અનોખો બિઝનેસ સિગરેટ બટ્સ (સિગરેટના ઠુંઠા)ના રિસાઇલકિંગ સાથે જોડાયેલ છે.

મોટાભાગે લોકો સિગરેટ પીધા બાદ તેના ફિલ્ટરને બેકાર સમજી ગમે ત્યાં ફેંકી દે છે. પરંતુ આજે આ ફિલ્ટરને એકત્રિત કરી ટ્વિંકલ કુમાર લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સિગરેટના બટ્સને રિસાઇકલ કરી તેમાંથી રમકડા, કુશન અને મચ્છર ભગાડવાની દવાઓ સુદ્ધા તૈયાર કરવામાં આવી રહી છે. આ આઇડિયાના લીધે આજે તે એક સફળ બિઝનેસમેન બની ગયા છે અને ચારેયબાજુ તેની ચર્ચા છે.

ટ્વિંકલ કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે મારી નોકરી જતી રહી તો હું મોટાભાગનો સમય યુટ્યુબ પર પસાર કરતો. આ દરમ્યાન મને સિગારેટ રિસાઇક્લિંગનો આઇડિયા આવ્યો. ત્યારબા મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને આખરે આ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કર્યો. મારી સામે સૌથી મોટો પડકાર સિગરેટના ફિલ્ટર્સને એકત્રિત કરવાનો હતો. તેના માટે મેં કેટલાંય દુકાનદારો સાથે વાત કરી અને ત્યાં કંપની સાથે જોડાયેલી મહિલાઓને ઉભી રાખી. પહેલાં તો બધાને સિગરેટના બટસ ભેગા કરવામાં ખચકાટ થતો હતો પરંતુ ધીમે-ધીમે આ કામમાં મજા આવવા લાગી.

તેમણે કહ્યું કે સાંજ સુધીમાં જ્યારે ઢગલાબંધ સિગરેટ બટ્સ ભેગા થઇ જતા હતા તો અમે તેને રિસાઇકલ કરવાના કામમાં લાગી ગયા. તેમાંથી જે કુશન, રમકડાં વગેરે બને છે તેને અમે માર્કેટમાં વેચી દઇએ છીએ. ધીમે-ધીમે અમારા કામે ઝડપ પકડી. ત્યારબાદ અમે થોડાંક પૈસા ઇન્વેસ્ટ કરીને દરેક દુકાન પર 1-1 બોક્સ મૂકાવ્યું જેથી કરીને લોકો સિગરેટ પીધા બાદ તેના ફિલ્ટરને બોક્સમાં મૂકી દીધું. તેનાથી સિગરેટ બટ્સને એકત્રિત કરવાનું સરળ થઇ ગયું અને અમે ખૂબ જ ઝડપથી પ્રોડક્ટસ બનાવા લાગ્યા. આ કામમાં મારા નોઇડામાં રહેતા એક મિત્રે પણ ખૂબ મદદ કરી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો