Punjab National Bank Scam : interpol has issued a red corner notice against purvi modi
  • Home
  • Business
  • PNB કૌભાંડમાં નીરવ મોદીની બહેન ફરતે ભીંસાતો ગાળિયો, લેવાયા આક્રમક પગલાં

PNB કૌભાંડમાં નીરવ મોદીની બહેન ફરતે ભીંસાતો ગાળિયો, લેવાયા આક્રમક પગલાં

 | 5:16 pm IST

પંજાબ નેશનલ બેંક સાથેના 13,500 કરોડ રૂપિયાના ગોટાળા કેસમાં ભાગેડુ એવા હીરાના વ્યાપારી નીરવ મોદીની બહેનની મુશ્કેલીઓ વધી છે. ઈંટરપોલે પૂર્વી દીપક મોદી વિરૂદ્ધ રોડ કોર્નર નોટિસ બહાર પાડી છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ઈડી અનુંસાર ઈટરપોલે અમારા આગ્રહ પર મની લોંડરીંગ કેસમાં પૂર્વીએ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ બહાર પાડી છે.

ઓગષ્ટમાં મુંબઈની એક સ્પેશિય અદાલતે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઈ નિશલને અદાલત સમક્ષ 25 સપ્ટેમ્બર સુધીમાં હાજર રહેવાનું સમંસ પાઠવ્યું હતું. તેઓ બંને બેલ્જિયમનું નાગરિત્વ ધરાવે છે.

કોર્ટમાં હાજર નહીં થાય તો સંપત્તિ થશે જપ્ત

અદાલતે એ પણ કહ્યું હતું કે, જો તેઓ બંને અદાલતમાં હાજર નહીં થાય તો ભાગેડા અપરાધી અધિનિયમ અંતર્ગત તેમની સંપતિ જપ્ત કરવામાં આવી શકે છે. ઈંટરપોલે ગત સપ્તાહે નીરવ મોદીના નજીકના સહયોગી મિહિર ભંસાળી વિરૂદ્ધ પણ આ કેસમાં જ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈંટરનેશનલ કંપનીના કાર્યકારી ભંસાળી પીએનબી કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી ત્યારથી ફરાર છે. ઈડી નીરવ મોદી અને તેના મામા તથા ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોક્સી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની વિઓગતો એકત્ર કરવા માટે ભંડાળી તથા પૂર્વીની પુછપરછ હાથ ધરી શકે છે.

ભંસાળી વિરૂદ્ધ પણ જારી થઈ ચુકી છે નોટિસ

થોડા દિવસ પહેલા જ ઈંટરપોલે પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં ભાગેડું મિહિર આર ભંસાળી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. ભંસાળી મુંબઈનો રહેવાસી છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈંટરનેશનલ કંપનીના કાર્યકારી ભંસાળી પીએનબી કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી ત્યારથી ફરાર છે. ઈડી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી દ્વારા આ મામલે અન્ય જાણકારીઓ મેળવવા ભંસાળીની પુછપરછ કરવા ધારે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભંસાળી (40) ભાગેડું છે.