Punjab: Two-year-old Fatehveer Singh fallen into a bore well, passed away
  • Home
  • Featured
  • 109 કલાક બાદ બોરવેલમાંથી જીવતું નીકળ્યું 2 વર્ષનું બાળક, પરંતુ બહાર નીકળ્યા પછી…

109 કલાક બાદ બોરવેલમાંથી જીવતું નીકળ્યું 2 વર્ષનું બાળક, પરંતુ બહાર નીકળ્યા પછી…

 | 10:17 am IST

પંજાબના સંગરૂર જિલ્લાના ભગવાનપુર ગામમાં રમતાં રમતાં 9 ઈંચ પહોળા અને 145 ફુટ ઊંડા ખાડામાં બે વર્ષનું બાળક પડ્યું હતું. છેલ્લા 110 કલાકથી સરકારી તંત્ર અને સેનાની ટીમ બાળકને બચવાવા કામે લાગી હતી. અંતે આજે સવારે 5.30 કલાકે ફતેહવીર નામના બે વર્ષના બાળકને જીવીત 145 ફુટ ઊંડા બોરવેલમાંથી બહાર કઢાયું અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યારે બાળકને હોસ્પિટલ પહોંચાડાયું તો બાળકના શરીર પર સોજા આવી ગાય હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ફતેહવીરે છેલ્લાં શ્વાસ લીધા અને જિંદગી સામે હારી ગયો. બાળક ફતેહવીર 110 કલાક સુધી 125 ફુટની ઊંડાઈએ ફસાયેલો હતો.

ફતેહવીરના નિધનથી દરેક લોકો દુખમાં છે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ તેના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સિવાય મુખ્યમંત્રી એ રાજ્યમાં તમામ બોરવેલની તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે.

બાળકને બચાવા માટે એનડીઆરએફ, પોલીસ દ્વારા છેલ્લાં 109 કલાક લાંબા રેસ્કયૂ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. સંગરૂરના ડેપ્યુટી કમિશનર જી. થોરીએ કહ્યું કે ફતેહવીરને બચાવવા સરકારી તંત્ર અને સેનાનું 5 દિવસ સુધી ઓપરેશન ચાલ્યું. ઓપરેશન દરમિયાન ફતેહવીર સુધી ઓક્સિજન પહોંચી ગયો હતો પણ ખોરાક અને પાણી પહોંચાડી ન શક્યા.

ખોટી દિશામાં સુરંગ ખોદવાથી રેસ્ક્યું ઓપરેશન લાંબુ ચાલ્યું
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સરકારી તંત્રની સાથે , વોલિયેન્ટર, NDRF અને આર્મીના 119 એન્જિનિયરોની ટીમ કામે લાગી હતી. અહિં બોરવેલની એકદમ નજીક 41 ઈંચ પહોંળી ટનલ ખોદી હતી. ટનલ બનાવતી વેળાએ મશીનો કામ ન કરતાં હાથેથી ખોદવાનો વારો આવ્યો હતો. ટનલ અને બાળક જેમાં ફસાયું હતું તે બન્ને વિરૂદ્ધ દિશામાં જતાં રેસ્ક્યું ઓપરેશન વધુ ચાલ્યું હતું.

રેતી અને માટી પડવાથી ખૂબ જ તકલીફ પડી
કલેક્ટર ઘનશ્યામ થોરીએ કહ્યું કે સૌથી નીચે નાંખેલા લોખંડના પાઈપમાં મોટું કાણું પાડી સુરંગ ખોદવાની શરૂઆત કરી હતી. પરંતુ ખોદકામ થતાંની સાથે રેતી અને માટીથી સુરંગ બુરાઈ જતી હતી ,જેથી 5 દિવસ જેટલો લાંબો સમય નીકળી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન