Punjabi Actress Simaran Kaur Mundi snake bite video viral
  • Home
  • Videos
  • આ વીડિયોના દરેક મિનિટે તમારા ધબકારા વધશે, પંજાબી એક્ટ્રેસ સાથે થયું આવું

આ વીડિયોના દરેક મિનિટે તમારા ધબકારા વધશે, પંજાબી એક્ટ્રેસ સાથે થયું આવું

 | 3:09 pm IST

29 વર્ષીય એક્ટ્રેસ સિમિરન કૌર મુંડી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુ મોટુ નામ છે. 2008માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ મેળવનાર સિમરનની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધતી જાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર બહુ જ સક્રિય છે. સિમરનને ખતરનાક ખતરા સામે લડવું પણ બહુ જ ગમે છે. ત્યારે તેનો લેટેસ્ટ વીડિયો આવો જ છે. જેમાં સિમરન પોતાના હાથમાં સાપ પકડીને દેખાઈ રહી છે.

આ વીડિયો સિમરને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, સાપ મને ડંશ મારવા જઈ જ રહ્યો હતો. વીડિયોમાં તમે જોશો કે એક્ટ્રેસના ગળામાં ઝેરીલો સાપ લપેટાયેલો છે. સપેરાએ તેનું મોઢું પકડી રાખ્યું છે, પણ તે સાપ એક્ટ્રેસના હાથમાં મૂકી દે છે.