Puppy Cheating and Doing Unfriendly Behavior With Another Puppy
  • Home
  • Featured
  • ગલૂડિયાએ પણ માલિકને ખુશ કરવા માટે કર્યું ‘ચીટિંગ’, જોઇલો આ વિડીયો

ગલૂડિયાએ પણ માલિકને ખુશ કરવા માટે કર્યું ‘ચીટિંગ’, જોઇલો આ વિડીયો

 | 4:28 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ ગલૂડિયાઓ સાથે રમતો જોવા મળે છે. ત્યારબાદ તે પોતાના હાથમાં રહેલો બોલ પાણીનાં કુંડમાં નાખે. વિડીયોમાં જોઇ શકાય છે કે પાણીમાં બૉલ નાખ્યા બાદ બંને ગલૂડિયાઓ બૉલ લેવા માટે દોડે છે. જો કે પાણી જોઇને એક ગલૂડિયું ઉભુ રહી જાય છે, જ્યારે બીજુ ગલૂડિયું બહાદૂરી દેખાડતા તરીને પાણીમાં જઇને બૉલને બહાર લઇને આવે છે. આ દરમિયાન બહાર રાહ જોઇને ઉભેલુ ગલૂડિયું તેના મોઢામાં બૉલ ઝુંટવીને માલિક પાસે લઇને જતુ રહે છે. આમ બીજાની મહેનત અને કામનો લાભ ચાટવાનો સ્વભાવ ફક્ત મનુષ્યમાં જ નહીં, પ્રાણીમાં પણ રહેલો હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન