ભણતરનો ભાર GSTનો માર: નોટો ચોપડીઓ, યુનિફોર્મ થયા મોંઘા - Sandesh
  • Home
  • Ahmedabad
  • ભણતરનો ભાર GSTનો માર: નોટો ચોપડીઓ, યુનિફોર્મ થયા મોંઘા

ભણતરનો ભાર GSTનો માર: નોટો ચોપડીઓ, યુનિફોર્મ થયા મોંઘા

 | 4:12 pm IST

સમગ્ર ગુજરાતમાં ઉઘડતી શાળાએ વાલીઓને નવા સત્રની ખરીદી જી.એસ.ટી. ના કારણે સરેરાશ 15 ટકા જેટલી મોંઘી બની છે. જી.એસ.ટી. લાગ્યા બાદ સ્ટેશનરીમાં 5 થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બુટ તથા કેનવાસ બૂટમાં પણ 12 ટકા જેટલો વધારો થયો છે. જી.એસ.ટી. ના કારણે કપડાં 12 થી 20 ટકા મોંઘા બન્યા છે. એક બાળક પાછળ કુલ 16.56 ટકા જેટલો વધારો જી.એસ.ટી.ના કારણે જોવા મળી રહ્યો છે.

દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ શિક્ષણનું બજેટ વાલીઓ માટે અઘરું બની રહ્યું છે, જી.એસ.ટી.ના કારણે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 5 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થાઉં જાય છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો હાલ મૂંઝાઈ રહ્યા છે.

બુટ, બેલ્ટ અને બેગ પર સરકારે 18 ટકા જી.એસ.ટી. લગાવવામાં આવ્યા છે જયારે કપડાં, નોટબુક, વોટર બોટલ, કંપાસ, પેન-પેન્સિલ પર 12 ટકા જી.એસ.ટી. લગાવામાં આવ્યો છે ભાવ વધારાને કારણે બજેટ બંધબેસતું નથી , પુસ્તકો મેકિંગમાં GSTનો બેવડો માર પડ્યો છે, એટલે વિક્રેતા સુધી પુસ્તક અને બૂક્સ પહોંચતા ભાવ ઘણા વધી ગયા છે.

બે બાળકોના વાલીઓના શિક્ષણ ખર્ચમાં સરેરાશ 2000 જેટલો વધી ગયો છે, સ્કુલ બેગના ભાવ 40 % જેટલો વધી ગયો છે. આ વર્ષે ગણિત અને વિજ્ઞાનના કોર્સ બદલાયા છે, તેથી વાલીઓએ ફરજીયાત નવા પુસ્તકો જ ખરીદવા પડે છે.