Purrushottam Rupala Said PM Modi and Anil Ambani target Congress
  • Home
  • Gujarat
  • PM મોદી અને અનિલ અંબાણી ગુજરાતી છે માટે કોગ્રેસ ટાર્ગેટ કરે છે: રૂપાલા

PM મોદી અને અનિલ અંબાણી ગુજરાતી છે માટે કોગ્રેસ ટાર્ગેટ કરે છે: રૂપાલા

 | 3:57 pm IST

આજે સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના જાદર ખાતે ભાજપની પ્રચાર સભા યોજાઈ હતી જેમાં પૂર્વ કેબીનેટ મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી આગામી સમયમાં કોંગ્રસ એક પ્રાદેશિક પક્ષ બની જશે તેમ જણાવ્યુ હતુ. તેમજ રાફેલ મામલે અનિલ અંબાણી ગુજરાતના હોવાને પગલે આતી કાગારોળ મચાવી છે તેવું નિવેદન આપ્યું હતું.

સાબરકાંઠાના જાદર ખાતે આજે લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની પ્રચાર સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ કેબીનેટ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. નોધનીય છે કે, નરેન્દ્ર મોદીએ કરેલ તમામ વિકાસ અને કામગીરી ગણી સંભળાવી હતી, તો કોંગ્રેસ આ વખતે હારશે તો એક પ્રાદેશિક પક્ષ બની જશે. તો આ સભામાં કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ પટેલ સહિત 100થી વધુ પાટીદાર આગોવાનો ભાજપમાં જોડાયા હતા. જે તમામને ભાજપ દ્વારા ખેસ પહેરાવી આવકાર્યા હતા.

રૂપાલાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પોતાને મત આપવાના કારણો જણાવતા નથી માત્ર મોદીની ટીકાઓ કરી અને એના પણ મત માંગવા માગે છે પરંતુ આ વખતે ગુજરાતની જનતા 26 સીટો પર મોદીને વિજયી બનાવશે. રાફેલમાં ફરી સુનાવણી મામલે રૂપાલાએ જણાવ્યુ કે, સુપ્રિમે સુનાવણીની વાત કરી છે રાફેલ મામલે કોંગ્રેસની પીન ચોટી ગઈ છે. 800 કરોડના કામમાં 30 હજાર કરોડનુ કરપ્શન ક્યાંથી થાય. આમા કશુ છે નઈ આ રાફેલનુ કામ 200 થઈ વધુ ક્રોન્ટાક્ટરોને આપ્યુ છે એકલા અનિલ અંબાણીનુ મુદ્દો કેમ ઉછેડવામાં આવ્યો છે એનુ કારણ એક જ છે કે મોદી ગુજરાતના છે અને અંબાણી ગુજરાતના છે. આ 23મીએ ગુજરાતની જનતા જવાબ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન