તલોદમાં પુરુષોત્તમ માસ નિમિત્તે રીતે કરાય છે પૂજા-અર્ચના - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • તલોદમાં પુરુષોત્તમ માસ નિમિત્તે રીતે કરાય છે પૂજા-અર્ચના

તલોદમાં પુરુષોત્તમ માસ નિમિત્તે રીતે કરાય છે પૂજા-અર્ચના

 | 9:09 pm IST

અધિક માસ શરૃ થતાં જ સમગ્ર તલોદ તાલુકામાં ધાર્મિક વાતાવરણ પેદા થવા પામ્યું છે. અધિક માસમાં પુરૃષોત્તમ ભગવાન (વિષ્ણુ) નું મહત્ત્વ હોવાથી ધાર્મિક સ્થળો, દેવ મંદિરો, ભક્તજનોથી ભર્યાભાદર્યા રહે છે. તે સાથે જ પીપળાના વૃક્ષનું મહત્ત્વ પણ અધિક હોવાથી જ્યાં જ્યાં પીપળાના વૃક્ષો આવેલા છે ત્યાં પૂજા-અર્ચના પ્રદક્ષીણા મહિલાઓ દ્વારા કરવાનું મહત્ત્વ વધ્યું  છે.
તાલુકા મથક તલોદની ચંદ્રપ્રભુ સોસાયટીમાં અધિક માસની શરૃઆત થતાં જ મહિલા મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ શરૃ કરવામાં આવેલ છે. જેમાં મહિલાઓ દ્વારા માટીના કાંઠાગોર માતાજીની સ્થાપના કરીને સમગ્ર મહિલાઓ સ્નાનાદિ કાર્યોથી પરવારીને એકત્ર થઈને દરેક મહિલાએ માતાજીની તેમજ પુરૃષોત્તમ ભગવાનની પુજા, અર્ચના, નૈવેદ્ય, આરતી કરીને જમીનમાં જવારા વાવી હળની વિધી કરી પીપળે પાણી રેડી પ્રદક્ષિણા કરવાનો કાર્યક્રમ દરરોજ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગરમીમાં આરોગ્ય જળવાય તે રીતે એક ટંક ભોજન લઈ શરીરને તંદુરસ્ત રાખી આ ધાર્મિક વિધી કરવામાં આવી રહી છે. જેમાં સાંજના સમયે ભજનો અને સ્તુતિઓથી વાતાવરણ આનંદમય બની જવા પામે છે. આ રીતે પૂજા અર્ચના સમગ્ર અધિકમાસ દરમિયાન ચાલું રહેશે. જેના કારણે સમગ્ર તલોદમાં દિવ્ય વાતાવરણ પેદા થવા પામ્યું છે.