આજે પુષ્યનક્ષત્ર, જાણી લો સોના-ચાંદીની ખરીદી માટેના શુભ મુહૂર્તનો સમય - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આજે પુષ્યનક્ષત્ર, જાણી લો સોના-ચાંદીની ખરીદી માટેના શુભ મુહૂર્તનો સમય

આજે પુષ્યનક્ષત્ર, જાણી લો સોના-ચાંદીની ખરીદી માટેના શુભ મુહૂર્તનો સમય

 | 8:46 am IST

દર વર્ષે દિવાળી પૂર્વે આવતા પુષ્ય નક્ષત્રના મહામૂહર્તમાં સોના-ચાંદીની શુકનવંતી ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. તેવામાં આ વર્ષે શુક્રવારે પુષ્યનક્ષત્ર આવતાં સોનામાં સુગંધ ભળી હોય તેવો ઘાટ ઘડાયો છે. પુષ્યનક્ષત્રમાં લીધેલું સોનુ અને ચાંદી ઘરમાં સમૃદ્ધિ લઈને આવે છે. લોકો આજના દિવસે સોના-ચાંદી ઉપરાંત ચોપડા, યંત્ર, બીલબુક, ચલણબુક વગેરેની પણ ખરીદી કરતાં હોય છે. આજના દિવસે શરૂ કરેલા કામ પણ સફળતાપૂર્વક પાર પડે છે.

દર વર્ષે આસો વદ આઠમના દિવસે પુષ્યનક્ષત્ર હોય છે. પરંતુ ચાલુ વર્ષે આઠમની ક્ષયતિથિને કારણે શુક્રવારે નોમ અને પુષ્યનક્ષત્રનો યોગ સર્જાયો છે. આ અતિલાભદાયી યોગ દસ વર્ષ બાદ આવ્યો હોવાનું પણ નિષ્ણાંતો જણાવે છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પુષ્યનક્ષત્ર બે દિવસ સુધી રહેશે. તો જાણી લો આજના અને આવતી કાલના શુભ મુહૂર્તની વિગતો અને તમે પણ ઘરમાં સમૃદ્ધિ લાવવા કરી લો શુકનવંતી ખરીદી. પુષ્યનક્ષત્રનો સમય બીજા દિવસે શનિવારે સવારે 6.55 સુધી પુષ્યનક્ષત્ર રહેશે.

શુક્રવાર
સવારે 7.48થી 9.30 સુધી
સવારે 10.28થી 11.26 સુધી
બપોરે 12.01થી 12.48 સુધી(અભિજીત મુહૂર્ત)
બપોરે 1.23થી 4.18 સુધી
સાંજે 5.16થી 6.15 સુધી
રાત્રે 8.18થી 11.23 સુધી (શ્રેષ્ઠ સમય)