Put an old girlfriend and a new lover on the other ...
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • એક બાજુ જૂની પ્રેમિકા અને બીજી બાજુ નવી પ્રેમિકા… કોને રાખું? કોને છોડું?

એક બાજુ જૂની પ્રેમિકા અને બીજી બાજુ નવી પ્રેમિકા… કોને રાખું? કોને છોડું?

 | 1:42 pm IST

સોક્રેટિસજી,

સંદેશની બુધવારની પૂર્તિમાં આવતી યૌવનની સમસ્યા કોલમ હું નિયમિત વાંચું છું. મારા ફ્રેન્ડસર્કલના અમે આ કોલમમાં આવતી જાત જાતની સમસ્યાઓ અંગે ચર્ચા પણ કરીએ છીએ. મારે પણ એક સમસ્યા ઊભી થઈ છે. હું હાલમાં બીએસસી પૂરું કરી ફાર્મસીનો કોર્સ કરું છું. મારી બાજુમાં રહેતી મયૂરી (નામ બદલ્યું છે)ને હું સ્કૂલમાં હતો ત્યારથી લવ કરું છું…! પરંતુ હમણાં હું ફાર્મસી કોર્સ કરું છું તેમાં મારી સાથે સ્ટડી કરતી એક ગર્લ હીના (નામ બદલ્યું છે) સાથે મારે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. હું હોસ્ટેલમાં રહું છું. એ ઘરેથી લંચ લઈને આવે છે. મને દરરોજ પરાણે જમાડે છે. બહુ જ નમ્ર અને સુંદર પણ છે. એ મને બહુ જ ગમવા માંડી છે. એણે મને લવ પ્રપોઝ કરતાં હું મૂંઝવણમાં મુકાયો છું.

હું મયૂરીને છોડવા નથી માગતો. પરંતુ એના એન્ગેજમેન્ટ નક્કી થઈ ગયા છે. એ મને કહે છે કે હું તેના ફેમિલીને મેરેજ માટે કહું..! હવે હું શું કરું? હીનાએ પ્રપોઝ કર્યું છે અને મયૂરી મેરેજ કરવા માગે છે. તમે મને યોગ્ય રસ્તો કાઢી આપો એવી વિનંતી.

કુશલ… 

તારો ઈમેઈલ લાંબો હોવા છતાં તે ખૂબ સ્પષ્ટ, વ્યવસ્થિત છે. તારી સમસ્યા ખરેખર મંૂઝવણમાં મૂકી દે એમ છે. એક બાજુ જૂની પ્રેમિકા-ફ્રેન્ડ અને બીજી બાજુ નવી ફ્રેન્ડ- પ્રેમિકા…! તને બંને જ ગમે છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે તું મયૂરીને પહેલેથી જ કમિટેડ હોવા છતાં તું હીનાથી આકર્ષાયો છે. પ્રથમ નજરે તો એમ લાગે કે હીના મયૂરી કરતાં વધુ પ્રભાવક- આકર્ષક અને તને વધુ ગમતી છે. પરંતુ હકીકત એમ નથી. એવું હોત તો તે તરત નિર્ણય કરી નાખ્યો હોત! હીના તારી સાથે ફ્રેન્ડશિપ કરીને તારી સંભાળ રાખીને તને પોતાના તરફ આકર્ષી રહી છે. જે પરિસ્થિતિ છે તે મુજબ તારે રોજેરોજ મળવાનું થતું હોવાથી અને ઘણા સમય સાથે વ્યતિત કરતાં હોવાથી તને તેના પ્રત્યે પ્રેમની લાગણી જન્મે એ સ્વાભાવિક છે. પરંતુ હીનાએ વધુ પડતી ઝડપે તને પ્રપોઝ કરી દીધું છે. આમ કેમ? તેના વિશે તારે વધુ તપાસ કરવી જોઈએ. કેટલીક પરિસ્થિતિઓને કારણે તેણે એમ કર્યું હોય શકે અથવા એ તારાથી વધુ આર્કિષત થઈ તને ખૂબ જ પ્રેમ કરવા માંડી હોય, એવું હોય શકે. આ સાથે તારે એક વાત ખાસ વિચારવી રહી કે મયૂરી છેક સ્કૂલ કાળથી તારી ફ્રેન્ડ છે. તું ય એને લવ કરે છે. આમ તો તારે તેની સાથે જ મેરેજ પણ કરવા જોઈએ. પરંતુ હવે નવી સમસ્યા એ સર્જાઈ છે કે તેના એન્ગેજમેન્ટ નક્કી થઈ ગયા છે. તારા અને મયૂરી વચ્ચેની ફ્રેન્ડશિપ અંગે તમારા બંનેના પરિવારો વાકેફ હશે. તમારા વચ્ચે લવ હોવા અંગે તો પછી મયૂરીના પરિવારવાળા એનો સંબંધ તારા સાથે ના કરવા માંગતા હોઈ શકે.

તારા માટે મૂંઝવણીભરી હાલત હોવા છતાં તારે નિર્ણય તો કરવો જ પડશે. આ માટે તારે સૌપ્રથમ પસંદગી મયૂરીને જ આપવી જોઈએ. કારણ કે તમે બંને લાંબા સમયથી એકબીજાને લવ કરો છો અને સારી રીતે જાણો છો. હીના સાથેની તારી ફ્રેન્ડશિપ પરિસ્થિતિ પર આધારિત છે. તું મયૂરીને પણ તેના પરિવારને તારી સાથેના લવ અને તે તારી સાથે જ મેરેજ કરવા ઈચ્છતી હોય એમ કહેવા કહે અને તે સાથે તું પણ તેના પરિવારજનોને મળીને મયૂરી સાથે જ મેરેજ કરવા માગતો હોવાનું કહે. તેઓનું શું રિએક્શન આવે છે તે જો અને તેમાં નિષ્ફળતા મળે તો મયૂરીને કોર્ટ મેરેજ કરવા કહે. જો તે તૈયાર જ ના થાય તો પછી તું હીનાની પ્રપોઝલ સ્વીકારી લે પરંતુ તે સાથે તેને તું મયૂરી સાથેના તારા લવ અફેરથી વાકેફ કરી દેજે. એ જાણ્યા પછી પણ જો એ તારી સાથે મેરેજ કરવા તૈયાર થાય તો તેને જરૂરથી સ્વીકારી લેજે. તારા તારી બન્ને ફ્રેન્ડઝ સાથેના રિલેશનમાં એક વાત ખાસ ધ્યાન ખેંચનારી એ છે કે તારે બેમાંથી કોઈ સાથે સેકસ સંબંધ બંધાયો નથી. આ ઘણી સારી બાબત છે. તારી પ્રથમ પ્રેમિકા સાથે તો તારે લાંબા સમયથી રિલેશન હોવાથી તમારા બન્ને વચ્ચે સેકસ સંબંધ હોવો આ સમયમાં સહજ બાબત ગણી શકાય, છતાં તમે કયારેય ઉછાંછળા બન્યા નથી. એટલેકે તમારા સંબંધમાં ખરેખર પ્રેમ છે. બીજી બાજુ હીના સાથેની ફ્રેન્ડશીપને હજી બહુ સમય થયો ના હોવા છતાં તમે ઘણા કલોઝ આવી ગયા છો, એટલે જ એણે પ્રપોઝ કર્યું છતાં તમે હજી કયારેય સેકસ માણ્યું નથી એ સારી બાબત છે બાકી હવે તો પહેલા સેકસ અને પછી પ્રપોઝ કરવાની ફેશન ચાલે છે. વધુમાં તારા પરિવારજનોના અભિગમનો પણ વિચાર કરવો રહયો. જોકે તારા વલણ પરથી એમ જણાય છે કે તારા પરિવારજનો તું કહે, તને ગમે તેમ કરવા તૈયાર જ હશે. છતાં પૂછી જોવું સારૃં રહેશે

યૌવનની સમસ્યા :- સોક્રેટિસ [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન