Put Masoor Dal on the Face, Get rid of every skin problem
  • Home
  • Fashion & Beauty
  • રસોડામાં પડેલી મસૂરથી દાળથી દૂર કરો ખીલની સમસ્યા, ડાઘ થશે ગાયબ

રસોડામાં પડેલી મસૂરથી દાળથી દૂર કરો ખીલની સમસ્યા, ડાઘ થશે ગાયબ

 | 9:06 am IST

રસોડમાં સહેલાઇથી મળનારી મસૂર દાળ આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. અડધો કપ મસૂર દાળમાં રોજની જરૂરિયાત પ્રમાણે 25 ટકા ફાઇબર અને 35 ટકા આયરન હોય છે. સાથે જ આ દાળ પ્રોટીન, એમિનો એસિડ સહિત ઘણા જરૂરી ન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. તે સિવાય મસૂર દાળમાં વિટામિન એ, વિટામીન કે, વિટામીન બી1 જેવા પોષક તત્વ રહેલા છે.

બેસ્ટ એન્ટી-એજિંગ ફૂડ છે મસૂરની દાળ

મસૂર દાળ બેસ્ટ એન્ટિ એજિંગ ફૂડ છે. જે ચહેરા પર ઉંમર વધવાના નિશાનને કામ કરવાની મદદ કરે છે. એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર મસૂલની દાળ સેલ્સને અને ટીશૂ ડેમેજની પ્રક્રિયાને ધીમી કરવાની સાથે-સાથે ફ્રી રેડિકલ્સને પણ ખતમ કરે છે. એવામાં તમે અઠવાડિયામાં 2-3 વખત મસૂર દાળનું સેવન કરે તો તમે લાંબા સમય સુધી જવાન દેખાય શકે છે. કારણકે ચહેરા પર ઉંમરના નિશાન દેખાતા નથી.

ચહેરા પર લગાવવાથી થતો ફાયદો

દાળ ખાવાથી અનેક ફાયદા થઇ શકે છે. ચહેરાને જવાન રાખવા અને તેનાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે, મસૂરની દાળને પીસીને એર ટાઇટ કન્ટેનરમાં બંધ રાખો અને જરૂરિયાત મુજબ પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે.

દાળ, મધ અને હળદર

મસૂર દાળના પીસેલા પાવડરને મધ અને હળદર પાવડરની સાથે મિક્સ કરીને સ્ક્રબ જેવી બનાવી લો. તેમા થોડૂંક પાણી મિક્સ કરો અને ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ પણ દૂર થાય છે અને ત્વચામાં ચમક આવે છે.

દાળ અને મગફળી

ખીલની સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાય અજમાવી શકો છો. એક બાઉલમાં મસૂરની દાળ અને મગફળીને પીસીને તેનો પાવડર બનાવીને ચહેરા પર લગાવો અને સ્ક્રબ કરો. તમે ઇચ્છો તો તેમા હળદર પણ મિક્સ કરી શકો છો.

દાળ અને એલોવેરા જેલ

એલોવેરા જેલ અને મસૂરની દાળના મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ડાર્ક ચકામા ધીમે-ધીમે હળવા પડવા લાગે છે અને તેનાથી ચહેરા પર થતી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન