Put this thing on any tuesday in cupboard, you will overcome from money problem
  • Home
  • Astrology
  • શ્રાવણ માસના કોઈ પણ મંગળવારે ઘરમાં આ મૂકો આ વસ્તુ, તિજોરી ભરાઈ જશે પૈસાથી

શ્રાવણ માસના કોઈ પણ મંગળવારે ઘરમાં આ મૂકો આ વસ્તુ, તિજોરી ભરાઈ જશે પૈસાથી

 | 8:54 pm IST

શિવ સાધનામાં શિવનું  માતંગ સ્વરૂપ વિશેષ છે. શિવનું આ સ્વરૂપને ધન અને પૈસા સાથે સંબંધ છે. શિવના આ સ્વરૂપને પ્રસન્ન કરવા શિવમંત્રો જાયફળની માળા વડે કરવા પડે. એટલું જ આ જ જાયફળના ટૂચકા થકી ઘરમાં જો લક્ષ્મી ટકતી હોય તો ટકવા લાગે છે. સુખી થવાય છે. જાણો શિવના માતંગ સ્વરૂપની કથા અને જાયફળનો આ ટૂચકા વિશે…

શિવના મતંગેશ્વર સ્વરૂપ વિશે અને  શક્તિ માતા માતંગી વિશે.
ભગવાન શંકરે મનના કારક ચંદ્રમાને જ પોતાના મસ્તક પર દ્રઢ કરી રાખ્યા છે. તેથી સાધકની સાધના નિર્વિધ્ન રૂપે સંપન્ન થતી જાય છે.   માતા માતંગી દશમહાવિદ્યાના ક્રમમાં નવમાં  સ્થાન પર છે. માતા માતંગી શ્યામવર્ણ અને ચંદ્રમાને મસ્તક પર ધારણ કરે છે. મા માતંગી વૈદિકોની સરસ્વતી છે. માતા માતંગી મતંગ ઋષિની પુત્રી હતી. મતંગ ઋષિ પરમ શિવભક્ત હતા અને દેવી માતંગીએ શિવસાધના કરી શિવના મતંગેશ્વર સ્વરૂપની પ્રાપ્તિ કરી.

કેવી રીતે કરવો જાયફળનો પ્રયોગ
મંગળવારના દિવસે ઘરમાં વિરાજીત પારદ શિવલિંગ અથવા શિવાલય જઈને શિવલિંગ સાથે શિવ પરિવારનું વિધિપૂર્વક પૂજન કરો. ચમેલીના તેલનો દીપક પ્રગટ કરો. ગુગળની ધૂપ કરો. સિંદુર ચઢાવો. ગોળનો નૈવેદ્ય લગાવો. લાલ કરેણના ફૂલ ચઢાવો. સિંદૂરથી શિવલિંગ પર તિલક કરો. પૂજા પછી ડાબા હાથમાં જાયફ્ળ લઈને જમણા હાથથી આ મંત્રનો 108 વાર રૂદ્રાક્ષની માળાથી જાપ કરો.

મંત્ર જાપ પછી શિવલિંગની આરતી કરો અને જાયફળને ઘરની તિજોરીમાં સ્થાપિત કરો. આ ઉપાય સફળતા, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે અને હંમેશા તિજોરીને પૈસાથી ભરેલી રાખે છે. માતંગી અને મતંગેશ્વર સાધનાની સિદ્ધિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે.

શિવઆરાધન
શ્રાવણ માસ અને સાધના વચ્ચે મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. જેના વગર પરમતત્વની પ્રાપ્તિ અશક્ય છે. મન ચંચળ અને અતિચલાયમાન બને છે. સાધક જ્યારે સાધનાચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે મન એક વિકરાળ અવરોધ બનીને ઉભુ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં મન રોમાંચિત અને ભાવવિભોર રહે છે. તેથી મનને નિયંત્રિત કરવું સહેલું નથી. મનને સાધવામાં સાધકને લાંબી ધીરજ રાખવી પડે છે. મન જ મોક્ષ અને બંધનનું મૂળ કારણ છે. તેથી મનથી જ મુક્તિ છે અને મન જ બંધનનું કારણ છે.