Put your whole life behind money, do not make this mistake
  • Home
  • Astrology
  • આખી જિંદગી પૈસાની પાછળ મુકશો દોટ તો પણ નહી આવે આરો, કરશો નહીં આ ભૂલ

આખી જિંદગી પૈસાની પાછળ મુકશો દોટ તો પણ નહી આવે આરો, કરશો નહીં આ ભૂલ

 | 12:12 pm IST

શાસ્ત્રોનુસાર સુખદ અને સૌભાગ્યશાળી જીવનનો આધાર વ્યક્તિના કર્મ પર રહેલો છે. ખરાબ સમયમાં વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, તેવી જ રીતે સુખના સમયમાં કેટલીક બાબતોની તકેદારી રાખવાથી ભવિષ્યમાં આવનાર સમયને પણ સુધારી શકાય છે. તેના માટે રોજીંદા જીવનમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો: જાણો આ વખતે ક્યારે છે પવિત્ર મહાશિવરાત્રિ, ભોલેનાથની પૂજાનું ક્યારે છે શુભ મુહૂર્ત

ભોજન દરેક વ્યક્તિની પાયાની જરૂરીયાત હોય છે. પરંતુ તેનું અપમાન જે ઘરમાં થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ શક્ય નથી. શાસ્ત્રોનુસાર ભોજન કર્યા પછી થાળીમાં એઠું છોડવું ન જોઈએ. આમ કરવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અને સૌભાગ્ય દુર્ભાગ્ય બની જાય છે.

આ પણ વાંચો: વિદૂર નીતિ કહે છે જેને હોય આવો જીવનસાથી સુખથી છલકાય જીવન, નથી રહેતી કોઈ કમી

આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સૂર્યોદય પછી પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. સવારે ઉઠ્યા બાદ પથારી અને ઘરની સાફ-સફાઈ કરી લેવી અને સંધ્યા સમયે પણ પથારીમાં સૂવું નહીં. આ નિયમનું પાલન ન કરનાર પણ પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: શનિવારે કરો આ ઉપાય, ગમે તેવા કષ્ટ દૂર કરશે અષ્ટ સિદ્ધિના દાતા હનુમાનજી

ઘરમાં અન્ય સ્થાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ બાથરૂમનું હોય છે. જે ઘરમાં બાથરૂમ અસ્ત વ્યસ્ત અને ગંદુ હોય છે તેમની કુંડળીના ચંદ્રને પણ ગ્રહણ લાગી જાય છે. જેના કારણે લોકોની માનસિક શાંતિનો ભંગ થઈ જાય છે.

આ વીડિયો જુઓ: જાણો કપુરી પાન દ્વારા આપના જીવનનું કેવી રીતે મંગળ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન