How to putrada Ekadashi, know here
  • Home
  • Astrology
  • પુત્રદા એકાદશી, શ્રાવણ માસમાં આવતી આ અગિયારસ આપે છે સંતાનસુખ

પુત્રદા એકાદશી, શ્રાવણ માસમાં આવતી આ અગિયારસ આપે છે સંતાનસુખ

 | 9:02 pm IST

પવિત્ર શ્રાવણ માસનાં શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્ર સુખથી વંચિત અથવા તો સંતાન સુખથી વંચિત લોકોએ આ વ્રત ખાસ કરવું જોઈએ. તેનાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. અને તેમના તરફથી સુખ મળે છે. આ વર્ષે આ એકાદશી 22 ઓગષ્ટે આવે છે. પુત્રદા એકાદશીને પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે.

આ વ્રત કરનારાઓને પ્રાત: કાળ સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઇએ. આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાનાં સમયે પૂજા કરી ફળ ફળાદી ગ્રહણ કરી શકો છો. રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા સહિત વિદા કરવાં. પવિત્રા એકાદશીએ પુત્રદા એકાદશીનાં નામે પણ ઓળખાય છે.સંતાન મેળવવાની ઇચ્છા રાખનારા નિ: સંતાન દંપત્તિ આ વ્રત કરવું. આ દિવસે પતિ-પત્ની આખા દિવસનો ઉપવાસ રાખવો. તેમજ એક પુત્રની કામના કરતાં ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.

એકાદશીની કથા
પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહિજીત રાજ કરતાં હતાં. નિ:સંતાન હોવાને કારણે રાજા ખુબજ દુ:ખી હતાં. મંત્રિઓથી રાજાનું દુ:ખ સહન નહોતું થતું. અને તે લોમશ ઋષિની પાસે ગયા. ઋષિને રાજાનાં નિ:સંતાન હોવાનાં કારણ અને ઉપાય પુછ્યાં. મહાજ્ઞાની લોમશ ઋષિએ જણાવ્યું કે, ગત જન્મમાં રાજાને એકાદશીનાં દિવસે ભુખ્યા-તરસ્યા રહેવું પડ્યું. પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોચ્યાં તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી. રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુઝાવી હતી તેમનાંથી અજાણતા એકાદશીનાં દિવસે ગર્ભવતી ગાયને તેમને તરસી રાખી. આ કારણે જ રાજા નિ:સંતાન છે. લોમેશ ઋષિએ મંત્રિઓને કહ્યું કે, જો આપ લોકો ઇચ્છો છો કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશીનાં દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો. મંત્રિઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી. તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઇ.