Putting photos of deceased with the photos of God in worship room can be overwhelming
  • Home
  • Astrology
  • પૂજાકક્ષમાં ભગવાનના ફોટા સાથે મૃતકના ફોટા લગાવવા ભારે પડી શકે

પૂજાકક્ષમાં ભગવાનના ફોટા સાથે મૃતકના ફોટા લગાવવા ભારે પડી શકે

 | 8:10 am IST

વાસ્તુશાસ્ત્ર

જે પ્રકારે કુશળ સર્જન શલ્ય ચિકિત્સા પહેલાં પોતાનાં ઓજાર (સાધનો)ને ઉકાળીને શુદ્ધ કરી લે છે, એ પ્રકારે પૂજાકક્ષ બનાવતાં પહેલાં પૂજાકક્ષને દોષરહિત કરવો જરૂરી છે.

જો ભવનમાં ભોંયરું હોય અને એનો સદુપયોગ કરવાની ઇચ્છા હોય તો એનો ઉપયોગ શયનકક્ષના રૂપમાં ક્યારેય ન કરવો. આમ તો ભોંયરાનો ઉપયોગ મિટિંગ રૂમ, પૂજા કક્ષ, અધ્યયન કક્ષ વગેરેના રૂપમાં કરી શકાય છે, પરંતુ ભોજન કક્ષ, શૌચાલય, સ્નાનગૃહ વગેરેના રૂપમાં ક્યારેય ન કરવો. પૂજાકક્ષમાં ભગવાનનાં ચિત્રોને એકબીજા સામે ક્યારેય લગાવવાં નહીં. બારણાની એકદમ સામે પણ ભગવાનનું ચિત્ર ન લગાવવું. વૈદિક નિયમાવલિમાં ભગવાનનાં ચિત્રોને લગાવવાના કેટલાક નિયમો બતાવ્યા છે. આપણે એ નિયમોનું પાલન કરવું જોઈએ. સાધના, ઉપાસના, પૂજાકક્ષના નિર્માણમાં શુકલ કક્ષની ૩, ૫, ૬, ૭, ૧૦, ૧૨, ૧૩ અને ૧૫ (પૂનમ)ની તિથિઓનું મુહૂર્ત સદા સ્વીકારવું જોઈએ. પૂજા કક્ષમાં તિજોરી, અલમારીની સ્થાપના કરવી નહીં કે ત્યાં ગંદી અશુદ્ધ વસ્તુઓ પણ રાખવી નહીં.

પૂજાકક્ષમાં ઉપાસના સમયે ભગવાનના ચિત્રની બરોબર સામે ઊભા રહેવું નહીં. એ વાતનું ધ્યાન રાખવું કે સાધકનું મોં દક્ષિણ દિશામાં ક્યારેય ન હોય. જ્ઞાનપ્રાપ્તિના હેતુ માટે ઉત્તર દિશામાં, ધનપ્રાપ્તિ માટે પૂર્વ દિશામાં, આરોગ્ય માટે પશ્ચિમ દિશા તથા મારણ, ઉચ્ચાટન કર્મ માટે સદાય દક્ષિણ દિશામાં મોં રાખવું.

પૂજાકક્ષમાં ભગવાનના ફોટાઓ સાથે મૃતકોના ફોટા કદીય લગાવવા નહીં.

પૂજાકક્ષ સાંસારિક સુખોની પ્રાપ્તિની સાથેસાથે પારલૌકિક સુખો અને આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિનું સ્થળ છે. અહીં સર્વ શક્તિશાળી પ્રભુ વસે છે, તેથી એની સાજસજાવટ વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે થવી જોઈએ.

પૂર્વ દિશા પૈતૃક સ્થાન છે. પૂર્વ દિશાને ખુલ્લી અને હળવી રાખવી પરમ આવશ્યક છે. પૂર્વ દિશાને હળવી ન રાખવાથી ગૃહવાસીને નુકસાન થવા સંભવ છે.

વાસ્તુનું ક્ષેત્ર અત્યંત વિશાળ અને ઉન્નત છે. સમુચિત વાસ્તુ વ્યવસ્થાથી પરિવારમાં સુખશાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દનું વાતાવરણ બને છે. પહેલાં જ્યાં ફૂલોના રંગોથી ભવનને સજાવવાનું ચલણ ચાલતુંં હતું ત્યાં હવે ઘરસજાવટમાં નવા આયામ જોડાયા છે. વિકસિત ગૃહ-સજાવટની નવીનવી ટેક્નિકોએ ભવનની અંદર-બહારની સજાવટમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવી દીધું છે. આજે અનેક રંગોના ચમત્કારથી થોડા જ કલાકોમાં ભવન અથવા પૂજાકક્ષનો દેખાવ બદલી શકાય છે.

જનકલ્યાણકારી વાસ્તુ

જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના નિયમોનું સાવધાનીથી પાલન કરે છે, તો સુખ – સમૃદ્ધિ હંમેશાં તેને સાથ આપે છે.

આ કળિયુગમાં કારખાનાઓનો વિસ્તાર ખૂબ થયો છે, પરંતુ કેટલાક કારખાનાં વાસ્તુદોષથી પીડિત હોય છે. તેમના માલિકો મહેનત તો ખૂબજ કરે છે પણ લાભ મળતો નથી. આવા કારખાનાના માલિકોને અનુરોધ છે કે તેઓ વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે કારખાનાઓમાં વાસ્તુદોષ જાણી તેમાં સુધારો કરી લે, જેનાથી એમને લાભ મળતો થઇ જાય. કેટલાક વિદ્વાનોએ વૈદિક વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાંય કારખાનાઓમાં ફેરફાર કરાવડાવ્યો છે. જેનાથી તેમને લાભ મળતો થઇ જાય. સ્વાભાવીક છે કે તેનાથી સંકાળાયેલો તેમનો પરિવાર પણ સારું જીવન જીવી શકે, કારણ કે ઘરના ધંધામાં જો નફો થતો હોય તો પરિવારના લોકોને પણ નફો થાય.

નિવાસસ્થાન બનાવતી વખતે જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ મળે છે. ત્યાં સુધી કે જે દંપતીઓને સંતાન સુખ નહોતું, તેમણે વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણર પરિવર્તન કરાવતાં પુત્ર સંતાનનો જન્મ થયો હતો.

આપણે ઘરના પૂજા ઘરમાં પાળવાના નિયમો વિશે વાત કરી હવે અહીં કારખાનાઓમાં પાલન કરવાના કેટલાંક નિયમો જણાવ્યા છે.

કારખાનું નાનું હોય કે મોટું એમાં વાસ્તુના નિયમોનું પાલન થવું જોઇએ. અહીં આપેલા નિયમો પ્રમાણે વર્તમાનમાં કારખાનું ધરાવનારા એનું પાલન કરશે તો તેને સુખ સમૃદ્ધિ અવશ્ય મળશે.

મુક્હય મશીન દક્ષિણ પશ્રિવમમાં લગાવવું

મુખ્ય દ્વાર ઉત્તર કે પૂર્વમાં હોવું જોઇએ.

ઓવર હેંડ ટેંક દક્ષિણ અર્થાત્ નૈઋત્ય કોણમાં બનાવવી.

કારખાનાનું બોઇલર કે ટ્રાન્સફોર્મર દક્ષિણ પૂર્વમાં રાખવું.

ગોડાઉન કે સ્ટાફરૂમ દક્ષિણ પશ્રિવમમાં બનાવવા.

કાર પાર્કિંગ ઉત્તર પશ્રિવમમાં રાખવું.

એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ પૂર્વે કે ઉત્તરમાં રાખવી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન