pv-sindhu-looking-very-stunning-in-her-glamorous-look
  • Home
  • Featured
  • મરૂણ ગાઉનમાં ખુબજ શોભી રહી હતી પીવી સિંધુ, ખુબસુરતી જોઈ દંગ રહી ગયા ફેન્સ, Photos

મરૂણ ગાઉનમાં ખુબજ શોભી રહી હતી પીવી સિંધુ, ખુબસુરતી જોઈ દંગ રહી ગયા ફેન્સ, Photos

 | 9:29 am IST

ઓલિમ્પિક મેડાલિસ્ટ અને BWF વર્લ્ડ ટૂર ફાઈનાન્સનો ખિતાબ જીતી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હાલ ખુબજ ખુશ છે. પહેલા BWF વર્લ્ડ ટૂર ફાઈનાન્સનો ખિતાબ અને ત્યારબાદ નવા વર્ષમાં છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સ્ટેડિયમમાં રમાનાર પ્રીમિયર બેડમિન્ટન લીગમાં હેદરાબાદ હંટર્સની જીતથી પીવી સિંધૂ ખુબજ ખુશ છે. આજ કારણે તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે.

પોતાની બેડમિન્ટન ટેલેન્ટના કારણે સિંધૂ ખુબજ ચર્ચામાં રહે છે. પણ આજે આપણે તેની ગ્લેમરલ સ્ટાઈલ અંગે ચર્ચા કરીશુ. હાલમાં જ સિંધૂએ મરૂન કલરના કપડામાં એક ફોટો શેર કર્યો હતો જે માં તેને 70 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. પ્રશંસકોમાં આ લૂક ખુબજ પસંદ આવી રહ્યો છે.

પીવી સિંધૂનુ નામ ફોર્બ્સની યાદીમાં સૌથી વધારે કમાણી કરનાર મહિલા એથલીટના ટોપ 10માં સમાવેશ થાય છે. તે આ યાદીમાં 6 નંબર પર છે, જેની વાર્ષિક કમાણી 85 લાખ ડૉલર છે. ફેન્સને સિંધૂની હાઈટ ખુબજ પસંદ છે સિંધૂની હાઈટ 5 ફૂટ 10 ઈંચ છે.