સિંધુ ઓલિમ્પિક બેડમિન્ટનની ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની - Sandesh
  • Home
  • Featured
  • સિંધુ ઓલિમ્પિક બેડમિન્ટનની ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની

સિંધુ ઓલિમ્પિક બેડમિન્ટનની ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની

 | 9:29 pm IST

રક્ષાબંધનના પાવન પર્વ દરમિયાન રિયો ઓલિમ્પિકમાં દેશની દીકરીઓએ મેડલના દુકાળનો અંત આણ્યો હતો. બુધવારે રાત્રે રમાયેલી કુસ્તીની સ્પર્ધામાં સાક્ષી મલિકે ભારતને રિયો ઓલિમ્પિકનો પહેલો મેડલ અપાવ્યો ત્યાં બીજા સારા સમાચાર બેડમિન્ટનમાંથી આવ્યા હતા.

પી.વી સિન્ધુએ જાપાનની ઓકુહારાને હરાવીને સેમિફાઈનલમાં વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતનો સિલ્વર મેડલ ફાઈનલ થઈ ગયો હતો જ્યારે સિન્ધુ હવે ગોલ્ડની દાવેદારી માટે ફાઈનલમાં ઉતરશે. ભારત તરફથી ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ફાઈનલમાં પહોંચનારી સિન્ધુ પહેલી મહિલા ખેલાડી બની હતી.

ગત ઓલિમ્પિકમાં સાઈના નહેવાલ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારબાદ સાઈનાનો પરાજય થઈ ગયો હતો. સિન્ધુ દેશની પહેલી ખેલાડી છે જે ફાઈનલ સુધી પહોંચી છે. સિન્ધુ ફાઈનલ જીતી જશે તો ભારતીય બેડમિન્ટનમાં નવા ઈતિહાસનું સર્જન થશે. ક્વાર્ટર ફાઈનલમાં તેણે વર્લ્ડની બીજા નંબરને ખેલાડીને પરાજય આપ્યા બાદ તેનો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો હતો જે સેમિફાઈનલની ગેમ દરમિયાન જોઈ શકાતો હતો.

પહેલા સેટમાં સંઘર્ષ કરવો પડયો
પહેલા સેટમાં સિન્ધુઓ પોતાની આદત પ્રમાણે આક્રમક શરૂઆત કરી અને ઓકુહારા પર બઢત મેળવી લીધી હતી. આ દરમિયાન ઓકુહારાએ પણ ર્સિવક બ્રેક કરીને વચ્ચે વચ્ચે પોઈન્ટ મેળવ્યા હતા. લગભગ સાત મિનિટની રમત થઈ હતી ત્યારે સિન્ધુ ૮-૪થી આગળ હતી. ત્યારબાદ ઓકુહારાએ વાપસી કરીને બે પોઈન્ટ મેળવ્યા. તરત જ સિન્ધુએ એક અંક મેળવીને ૯-૬થી લીડ મેળવી લીધી. સિન્ધુની ખાસિયત એ રહી કે તેણે મોટાભાગની રમત દરમિયાન ઓકુહારાને લાંબી રેલી જ રમાડી જેથી આકુહારાને નેટ પાસે આવીને રમવાનો અવસર મળ્યો નહીં. લગભગ આ જ રીતે બંને ખેલાડીઓ એકબીજાને માત આપવા મથતી હતી. અંતે ૨૭ મિનિટની રમતે સિન્ધુએ ઓકુહારાને પહેલા સેટમાં ૨૧-૧૯થી પરાજય આપ્યો.

દસ બાદ સળંગ અગિયાર પોઈન્ટ
બીજા સેટમાં પણ સિન્ધુએ આક્રમક રમત જારી રાખી અને બે મિનિટમાં ૩-૦થી બઢત મેળવી લીધી. ઓકુહારાએ અહીંયા પણ લડત આપીને સિન્ધુનો પીછો કરવાનો ચાલુ રાખ્યો. સિન્ધુએ ઓકુહારાની નબળાઈ જાણી લીધી હોઈ લાંબી રેલી રમાડતી હતી અને વચ્ચે તક મળે ત્યારે નેટ પાસે જઈ સ્મેશ મારતી હતી. તેણે ઘણી વખત બોડિલાઈન સ્મેશ મારી પોઈન્ટ મેળવ્યા હતા. આમ ૧૨ મિનિટ સુધી રમત ચાલી અને બંને ૧૦-૧૦ સુધી પહોંચ્યા હતા. આખરે ૧૪મી મિનિટે સાઈનાએ પોઈન્ટ બ્રેક કર્યો અને ૧૧-૧૦થી બઢત મેળવી. ત્યારબાદ તેણે સતત દસ પોઈન્ટ લીધા અને વિજય મેળવી લીધો. ૧૪મી મિનિટ બાદ સિન્ધુએ સળંગ ૧૧ પોઈન્ટ લીધા અને પોતાની વિજયનો ઈતિહાસ નક્કી કરી નાખ્યો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન