મારિનને હરાવી પીવી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન બની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • મારિનને હરાવી પીવી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન બની

મારિનને હરાવી પીવી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન બની

 | 8:22 pm IST

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ઇન્ડિયા ઓપન સુપરસિરીઝની ફાઇનલમાં વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી અને રિયો ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનની ચેલેન્જને ધ્વસ્ત કરતાં ટાઇટલ જીતી લીધું હતું. કેરોલિના મારિન સામે ૪૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં સિંધુએ ૨૧-૧૯, ૨૧-૧૬થી વિજય મેળવ્યો હતો. સિંધુનો રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં મારિન સામે પરાજય થયો હતો જેનો બદલો ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા દુબઈ વર્લ્ડ સુપર સિરીઝની ફાઇનલમાં હરાવી બદલો લઈ ચૂકી હતી ત્યારે ઇન્ડિયા ઓપનમાં જીત મેળવી મારિન સામે સતત બીજી વખત જીત મેળવી હતી.

ટોકિયો ઓલિમ્પિક્સ અગાઉ વધુ સારા ખેલાડીઓ તૈયાર થશે : ગોપીચંદ
ચીફ નેશનલ કોચ પુલેલા ગોપીચંદે કહ્યું કે, આગામી ૨૦૨૦માં યોજાનાર ટોકિયો ઓલિમ્પિક્સ અગાઉ વધુ સારા ખેલાડીઓ તૈયાર કરવા પર ફોકસ કરાઈ રહ્યું છે. અત્યારે મહિલા સિંગલ્સમાં ઋત્વિકા અને રિતુપર્ણા ભવિષ્યમાં વધુ સારો દેખાવ કરી શકે તેમ છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ છે પરંતુ મારા મતે સતત સારા ખેલાડીઓ તૈયાર કરવા આસાન નથી. ડબલ્સ અંગે ગોપીચંદે કહ્યું કે, પ્રણવ સિક્કી રેડ્ડી તેમજ ચિરાગ અને સાત્વિક પણ ભવિષ્યમાં મેડલ જીતી શકે તેમ છે. અત્યારે છથી સાત ખેલાડીઓ અંડર-૨૦માં સારો દેખાવ કરી રહ્યા છે જે ભારતીય બેડમિન્ટન માટે સારી નિશાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન